બ્રેકિંગ ન્યુઝ
VTV / Solar scheme to assure Rs 1 lakh income for farmers
આ જાણકારી કેન્દ્રીય રિન્યૂઅલ એનર્જી પ્રધાન આર.કે. સિંહે લોકસભામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાને એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે આ યોજના હેઠળ ખેડૂતો સોલર પેનલ લગાવીને બે મેગાવોટ સુધી વીજળીનું ઉત્પાદન કરી શકશે, તેમાં તેમને વાર્ષિક રૂ. એક લાખ સુધીની આવક થઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા ઉત્પાદિત આ વીજળીની ખરીદી સરકાર કરશે.
ADVERTISEMENT

આ યોજનાની જાહેરાત આગામી ૧૫થી ૨૦ દિવસમાં કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું છે કે સરકારે એવી જોગવાઇ કરી છે કે ખેડૂતો પોતાની જમીન પર સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પાદિત કરી શકે છે અથવા વીજળીના ઉત્પાદન હેતુથી જમીન લીઝ પર આપીને પણ આવક કરી શકે છે.
ADVERTISEMENT
તેમણે જણાવ્યું હતું કે ભારત અત્યારે વિશ્વમાં સૌથી વધુ રિન્યૂએબલ એનર્જી પેદા કરનાર દેશ છે અને આપણું લક્ષ્ય ૧.૭૫ લાખ મેગાવોટ રિન્યૂઅલ એનર્જી પેદા કરવાનું છે. તેમણે જણાવ્યું કે આપણે ૨૦૨૨ સુધીમાં લક્ષ્ય સિદ્ધ કરી શકીશું.

ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું છે કે તેમના મંત્રાલયે ૨૦૨૦ સુધી ૫૦ હજાર સૂર્ય મિત્ર તૈયાર કરવાના હેતુથી સોલર સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ વધુ રોજગાર ઊભા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.