બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ડો.રતન લાલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમણે આશરે 50 કરોડ ખેડૂતોને મદદ કરી છે. તેમણે ખેડૂતોને વધારે સારા સંચાલન, માટીના ઓછા ધોવાણ તથા કુદરતી રીતે માટીમાં પોષક તત્વો કેવી રીતે જાળવી રાખવા તે અંગે શિખવાડ્યું છે.
અમેરિકાના વિદેશમંત્રીનું નિવેદન
ADVERTISEMENT
પોમ્પીયોએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં વસ્તી સતત વધી રહી છે. ઉત્પાદકતા વધારવા અને પર્યાવરણ અને જમીનને નુકસાન ન પહોંચે ત માટે અમને તે સંસાધનોની જરૂર છે. ડો. લાલ દ્વારા જમીન પર કરવામાં આવેલા સંશોધન બતાવે છે કે આ માટે અમારી પાસે તેનું સમાધાન છે.
250,000 યુએસ ડોલરનું ઇનામ મળશે
ADVERTISEMENT
લાલને 250,000 યુએસ ડોલરનું ઇનામ મળશે. આ સન્માન નવી જમીનના સંરક્ષણ તકનીકોને પ્રોત્સાહિત કરવા માટેના પાંચ દાયકાથી વધુની ખેતીનું પરિણામ હોવાનું કહેવાઇ રહ્યું છે.
ડો. લાલે કહ્યું- સૌને પૌષ્ટીક આહારની સાથે સ્વચ્છ ધરતી પણ મળવી જોઇએ
ADVERTISEMENT
ડો. લાલે વર્લ્ડ ફૂડ પ્રાઈઝ (World Food Prize) મેળવ્યા બાદ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સૌનું પેટ ભરવાનું કામ ત્યા સુધી નહીં કરી શકીએ કે જ્યા સુધી સૌ કોઈને પૂરતા પ્રમાણમાં પૌષ્ટીક આહારની સાથે સ્વચ્છ ધરતી અને સ્વચ્છ પર્યાવરણ ન મળે આ પુરસ્કાર એટલા માટે વિશેષ મહત્વનો છે કારણ કે વર્ષ 1987માં પ્રથમ વખતે આ પુરસ્કાર ભારતીય કૃષિ વૈજ્ઞાનિક ડો.એમએસ સ્વામીનાથને મળ્યો હતો. ડો.સ્વામીનાથન ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.