બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Politics / So no politics, I will leave Jharkhand only', statement of Hemant Soren from Assembly

ઝારખંડ / '....તો રાજનીતિ નહીં, હું ઝારખંડ જ છોડી દઇશ', વિધાનસભામાંથી હેમંત સોરેનનું ચોંકાવનારું નિવેદન

Priyakant

Last Updated: 01:34 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hemant Soren Latest News: હેમંત સોરેને કહ્યું, 31 જાન્યુઆરીની કાળી રાત દેશના લોકતંત્ર સાથે નવી રીતે જોડાયેલી, દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની 31મીની રાત્રે ધરપકડ થઈ હશે

  • મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવા પહોંચ્યા હેમંત સોરેન
  • ED કસ્ટડીમાં વિધાનસભા પહોંચ્યા પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન 
  • મારી સામે કૌભાંડો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ: હેમંત સોરેન 
  • માત્ર નિવૃત્તિ જ નહીં પણ ઝારખંડ છોડી દઈશ: હેમંત સોરેન 

Hemant Soren News : ઝારખંડની રાજનીતિ દિવસને દિવસે ગરમાઈ રહી છે ત્યારે હવે આજે હેમંત સોરેન મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવા માટે ED કસ્ટડીમાં વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર આખેપ કરતાં કહ્યું કે, 31 જાન્યુઆરીની કાળી રાત દેશના લોકતંત્ર સાથે નવી રીતે જોડાયેલી છે. મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે.  હેમંત સોરેને કહ્યું કે, હું આંસુ નહીં વહાવું. હું સમય માટે મારા આંસુ બચાવીશ. જો મારી સામે કૌભાંડો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ, માત્ર નિવૃત્તિ જ નહીં પણ ઝારખંડ છોડી દઈશ. સાબિત કરો કે તે જમીન મારા નામે છે.

હેમંત સોરેન મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવા માટે ED કસ્ટડીમાં વિધાનસભા પહોંચ્યા હતા. નોંધનીય છે કે, કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ચંપાઈ સોરેન સીએમ બન્યા. પૂર્વ સીએમ હેમંત સોરેને કહ્યું, અમારો આખો પક્ષ અને ગઠબંધન ચંપાઈ સોરેનને સમર્થન આપે છે. 31 જાન્યુઆરીની કાળી રાત દેશના લોકતંત્ર સાથે નવી રીતે જોડાયેલી છે. દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની 31મીની રાત્રે ધરપકડ થઈ હશે. આ ઘટના જે રીતે બની તે હું આશ્ચર્યચકિત છું. મનુષ્ય પણ સાચા-ખોટાને સમજે છે.

હેમંત સોરેને કહ્યું.....તો હું યોગ્ય જવાબ આપીશ
હેમંત સોરેને વધુમાં કહ્યું હતું કે, જો કોઈ મારા સ્વાભિમાન પર ખરાબ નજર નાખશે તો હું યોગ્ય જવાબ આપીશ. લોન આપવામાં પણ આદિવાસી લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તમે તૈયાર થાઓ, એક નવી વ્યાખ્યા સર્જાવાની છે. અમે ન તો ડર્યા, ન તો અમે પીઠ ફેરવી. જ્યારે તેમણે અલગ રાજ્યનો દરજ્જો માંગ્યો ત્યારે તેઓ તેમના પર હસ્યા. તેમણે કહ્યું, ખૂબ જ આયોજનબદ્ધ રીતે 2022થી 31મી સુધીની ઘટનાના પરિણામની સ્ક્રિપ્ટ લાંબા સમયથી લખવામાં આવી રહી હતી. મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે. આજે એવું લાગે છે કે, બાબા આંબેડકરજીનું સપનું હતું કે બધા એક મંચ પર આવે. આજે ક્યાંક ને ક્યાંક આ (આદિવાસી) વર્ગો પ્રત્યે શાસક પક્ષની નફરત છે જેઆ આપણી સમજની બહાર છે.

હેમંત સોરેને કહ્યું, "તેઓ કહે છે... કોઈ શરમ નથી કે તેઓ જંગલમાં હતા, તેથી તેઓએ જંગલમાં જ રહેવું જોઈએ. તેઓ આપણને અસ્પૃશ્ય માને છે. જ્યારે આપણે એમની બરાબર આવી ગયા ત્યારે તેમના કપડાં ગંદા થઈ ગયા. મને એવી લાગણી હતી કે અમે હાર માની નથી. મને જેલના સળિયા પાછળ રાખીને તેઓ તેમની યોજનામાં સફળ નહીં થાય.

વધુ વાંચો: 'એક દેશ, એક રાષ્ટ્ર'થી ભારતની ઇકોનોમી બૂસ્ટ થશે, જાણો દેશને કંઇ રીતે ફાયદો થશે?

સમગ્ર દેશમાં આદિવાસી લોકો સુરક્ષિત નથીઃ હેમંત સોરેન
પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે,હું જાણતો હતો કે તેઓ મારા કાર્યકાળ દરમિયાન પણ અવરોધો ઉભી કરશે. આદિવાસી લોકો માત્ર ઝારખંડમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સુરક્ષિત નથી. તેમને કોઈ રોકી શકતું નથી. આપની ખનિજ સંપત્તિ પર તેમની ગીધ નજર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ