બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઘરે તાળાં હશે તો પણ શું! તસ્કરો બારી તોડી અંદર ઘૂસ્યા, 1.70 લાખની ચોરીના CCTV
Last Updated: 03:34 PM, 3 October 2024
હિંમતનગરનાં હસ્તિનાપુર રેસીડેન્સીમાં રૂ. 1.70 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ADVERTISEMENT
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિંમતનગરનાં ગાયત્રી મંદિર રોડ પર ગ્લોરિયસ સ્કૂલની પાસે આવેલ હસ્તિનાપુર રેસીડેન્સીમાં મકાન નં. 130 માં રહેતા રૂચિર ગજાનંદભાઈ સુથાર તા. 29 સપ્ટેમ્બરનાં રોજ બહારગામ ગયા હતા. ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બારીનો લોખંડનો સળીયો કાપી અંદર પ્રવેશ કરી તિજોરીનું તોડી દાગીનાં તેમજ સોનાની મગની માળા બુટ્ટી સાથેની રૂા. 1 લાખ તથા ચાંદીનું 500 ગ્રામ વજનનું મંગળસૂત્ર રૂા. 40 હજાર, સોનાની બુટ્ટી નંગ 3 આશરે અડધા તોલાની રૂા. 20 હજાર તથા ચાંદીનું 500 ગ્રામ વજનનું બિસ્કીટ રૂા. 10 હજારનું મળી કુલ રૂા. 1,70,000 ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ વાંચોઃ અંબાલાલની નવરાત્રી બગાડતી આગાહી, આ ચાર દિવસ કરી વરસાદની ભવિષ્યવાણી
ડોગ સ્કોર્ડ, એફએસએલ સહિતની ટીમ ઘટનાં સ્થળે પહોંચી
હિંમતનગરમાં હસ્તિનાપુર રેસીડેન્સીનાં મકાન નં. 103 માં ચોરી કરવા આવેલ એક ચોર સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો હતો. ત્યારે પોલીસે સીસીટીવીમાં દેખાતા ચોરની શોધખોળ હાથ ધરી છે. ચોરી થયાની જાણ થતા પોલીસ ડોગ સ્કોર્ડ, એફએસએલ સહિતની ટીમો ઘટનાં સ્થળે દોડી આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.