ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સ્માર્ટફોન ખરીદવા હવે ખિસ્સું કરવું પડશે ઢીલું, સ્માર્ટફોનના ભાવમાં 30% સુધીના તોતિંગ વધારાના સંકેત
8 ફોટો ગેલેરી
Last Updated: 08:52 PM, 21 November 2026
1/8
જો તમે આગામી દિવસોમાં તમારો જૂનો મોબાઈલ બદલીને નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા બજેટમાં મોટો ફેરફાર કરવો પડી શકે છે. માર્કેટ રિસર્ચ ફર્મ Counterpoint Research ના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, આ વર્ષના અંત સુધીમાં પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતોમાં 30 ટકાથી પણ વધુનો વધારો થવાની પૂરી શક્યતા છે. વૈશ્વિક સ્તરે મેમરી ચિપ્સની કિંમતોમાં થયેલા ઉછાળાને કારણે મોબાઈલ કંપનીઓ ભાવ વધારવા મજબૂર બની રહી છે.
2/8
ભારતીય બજારમાં એક સમય એવો હતો જ્યારે 1 લાખ રૂપિયાથી મોંઘો ફોન ખરીદવો એ મોટી વાત ગણાતી હતી, પરંતુ હવે તે સામાન્ય બનતું જઈ રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અગાઉ જે પ્રીમિયમ ફ્લેગશિપ ફોન ₹50,000 થી ₹70,000 ની રેન્જમાં ઉપલબ્ધ હતા, તેમની કિંમતો ઝડપથી ₹1 લાખની સપાટી વટાવી રહી છે. એટલું જ નહીં, Apple અને Samsung જેવી ટોચની કંપનીઓના હાઈ-એન્ડ મોડલ્સની કિંમત તો ₹2 લાખની આસપાસ પહોંચી રહી છે.
ADVERTISEMENT
3/8
સ્માર્ટફોનની કિંમતોમાં આ તોતિંગ વધારા પાછળનું સૌથી મોટું કારણ DRAM અને NAND જેવી મેમરી ચિપ્સના ભાવમાં થયેલો વધારો છે. સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર્સની માંગમાં અભૂતપૂર્વ તેજી આવી છે, જેના કારણે મેમરી પાર્ટ્સની અછત અને ભાવવધારો સર્જાયો છે. Counterpoint Research ના આંકડા દર્શાવે છે કે વર્ષ 2025 ની શરૂઆતમાં એક સ્માર્ટફોન બનાવવાના કુલ ઉત્પાદન ખર્ચમાં મેમરી ચિપનો હિસ્સો માત્ર 13 ટકા હતો, જે આ વર્ષના અંત સુધીમાં વધીને 43 ટકા સુધી પહોંચી શકે છે. ઉત્પાદન ખર્ચમાં આટલો મોટો ઉછાળો આવતા કંપનીઓ માટે જૂની કિંમતે ફોન વેચવા અશક્ય બન્યા છે.
4/8
ADVERTISEMENT
6/8
ADVERTISEMENT
7/8
8/8
સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે સ્માર્ટફોન ગ્રાહકો પણ વધુ સાવચેત બન્યા છે. વારંવાર ફોન બદલવાને બદલે લોકો હવે એવા ટકાઉ અને દમદાર ફીચર્સ ધરાવતા સ્માર્ટફોન પર પસંદગી ઉતારી રહ્યા છે, જે લાંબા સમય સુધી ચાલે અને ખર્ચેલા નાણાંનું પૂરેપૂરું વળતર આપી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ