બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Sleeping with feet in the south direction is wrong, not only Vastu but also scientists are the reason

જાણી લો / આ દિશા તરફ પગ કરીને ઊંઘવાથી શરીરમાં થઈ શકે છે ગંભીર બીમારી, વિજ્ઞાન પણ માને છે નેગેટિવ ઉર્જાની વાત

Megha

Last Updated: 04:06 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

sleeping with feet in south direction: વડીલોએ કહેતા સાંભળ્યા હશે કે દક્ષિણ તરફ પગ રાખીને ન સૂવું જોઈએ. તેની પાછળ વાસ્તુ સંબંધિત ઘણી માન્યતાઓ છે સાથે જ વિજ્ઞાને પણ તેને યોગ્ય માની લીધું છે.

  • દક્ષિણ દિશા તરફ પગ રાખીને ન સૂવું જોઈએ
  • આ દિશામાં પગ રાખીને સૂતા હોય તો યમરાજ ગુસ્સે થઈ જાય 
  • આમ ન કરવા પાછળ વૈજ્ઞાનિક કારણ શું છે ચાલો જાણીએ.. 

sleeping with feet in south direction: મોટાભાગના ઘરોમાં વડીલોએ કહેતા સાંભળ્યા હશે કે દક્ષિણ તરફ પગ રાખીને ન સૂવું જોઈએ. જો કે એમ ન કરવા પાછળ કારણ પૂછવામાં આવે ત્યારે વાસ્તુ સંબંધિત ઘણી માન્યતાઓ વિશે માહિતી આપે છે. એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશા યમની છે. આવી સ્થિતિમાં જો તમે આ દિશામાં પગ રાખીને સૂતા હોવ તો યમરાજ ગુસ્સે થઈ જાય છે. પણ ઘણા લોકો આ વાસ્તુમાં નથી માનતા એમને જણાવી દઈએ કે કારણ ગમે તે હોય પણ દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવું ખોટું છે, વિજ્ઞાને પણ તેને યોગ્ય માની લીધું છે. આવો જાણીએ શું છે વૈજ્ઞાનિક કારણ અને તેની મનુષ્ય પર કેવી અસર થાય છે.

વૈજ્ઞાનિક કારણ શું છે ચાલો જાણીએ.. 
વિજ્ઞાનનું માનવું છે કે રાત્રે સૂતી વખતે આપણા શરીરમાં ચુંબકીય ઉર્જાનો સંચાર થાય છે અને અહીંથી નકારાત્મક ઉર્જા પણ સમાપ્ત થાય છે. આમ થવાથી સુખદ અને સારી ઊંઘ મેળવવામાં મદદ મળે છે. વિજ્ઞાનની દૃષ્ટિએ એવું માનવામાં આવે છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ચુંબકીય શક્તિ છે જે જે દક્ષિણ ધ્રુવથી ઉત્તર તરફ વહે છે. એવામાં જો કોઈ વ્યક્તિ દક્ષિણ તરફ પગ રાખીને સૂવે છે તો તેના શરીરની ચુંબકીય ઉર્જા માથા તરફ જાય છે.

શરીરને કેવી રીતે અસર કરે છે આ ચુંબકીય ઉર્જા
ઉત્તર તરફ માથું રાખીને એટલે કે દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી ચુંબકીય ઉર્જા પગમાંથી માથા તરફ જાય છે. હવે આવી સ્થિતિમાં સૂઈને વ્યક્તિ જ્યારે સવારે ઉઠે છે ત્યારે તે ઘણો તણાવમાં રહે છે. દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી સવારે ઉઠ્યાના કલાકો સુધી તેને લાગતું રહે છે કે ઊંઘ હજુ પૂરી નથી થઈ. માથા પર ચુંબકીય ઉર્જાની વધુ અસર થવાને કારણે તે થાક અનુભવે છે. 

દક્ષિણ તરફ પગ રાખીને ન સૂવું જોઈએ
એવામાં જો પગ ઉત્તર દિશા તરફ હોય તો આ ઉર્જા પગમાંથી નીકળી જાય છે અને એ કારણે તે ઉર્જાવાન અને તણાવમુક્ત રહે છે. એટલા માટે દક્ષિણ તરફ પગ રાખીને સૂવું વાસ્તુ સહિત વિજ્ઞાનમાં પણ ખોટું માનવામાં આવે છે. દક્ષિણ તરફ પગ રાખીને સૂવું એટલે અનેક રોગોને આમંત્રણ પણ મળે છે. વિજ્ઞાન અનુસાર ચુંબકીય શક્તિ લોકોમાં માથાનો દુખાવો, ઊંઘની સમસ્યા, તણાવ અને વારંવાર ચક્કર આવવા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ