બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારનો નાસ્તો છોડવાની આદત બગાડી નાખશે તબિયત, આ બીમારીઓનો ખતરો
Last Updated: 05:48 PM, 25 December 2025
બ્રેક ફાસ્ટ હંમેશા ભરપેટ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ અમુક લોકો બ્રેક ફાસ્ટ સ્કીપ કરી દેતા હોય છે. પણ આ સ્કીપ કરવાની આદત સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. તે માત્ર કમજોરીનું જ કારણ નથી બનતું પણ તમારા મેન્ટલ હેલ્થ પર પણ નકારાત્મક અસર કરી શકે છે. આ દાવો ન્યુટ્રિશનલ ન્યુરોસાયન્સ જર્નલમાં પ્રકાશિત સ્ટડી પર આધારિત છે. આ સ્ટડી અનુસાર, જે લોકો નિયમિતરીતે બ્રેક ફાસ્ટ સ્કીપ કરે છે તેમને ડિપ્રેશન, માનસિક તણાવ અને માનસિક બીમારીનું જોખમ વધે છે.
ADVERTISEMENT
આ સ્ટડી અનુસાર, બ્રેક ફાસ્ટ સ્કીપ કરવાને તરત બદલી દેવું જોઈએ. આ સ્ટડી એક સિસ્ટમેટિક રીવ્યુ અને મેટા એનાલિસિસ છે જેમાં વિશ્વભરના 13 ઓબ્સર્વેશનથી ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો. આ સ્ટડીમાં 3,99,000 થી વધુ લોકોનો સમાવેશ કરાયો હતો અને બ્રેક ફાસ્ટ સ્કીપ કરવાને પેટર્ન અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, જે લોકો દરરોજ બ્રેક ફાસ્ટ સ્કીપ કરી દે છે તેમને સામાન્ય વ્યક્તિઓ કરતાં ડિપ્રેશનનું જોખમ 40 ટકા વધારે હતું. તેમનામાં માનસિક તણાવનું જોખમ પણ 23 ટકા વધારે હતું. આ સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે, બ્રેક ફાસ્ટ સ્કીપ કરવાથી શરીરને જરૂરી ઊર્જાનો અભાવ થાય છે. તેનાથી હોર્મોનલ અસંતુલન અને માનસિક થાક પણ પેદા થઈ શકે છે. તો કિશોરોમાં ચિંતામાં વધારો થાય છે.
ADVERTISEMENT
સ્ટડી અનુસાર, બ્રેક ફાસ્ટ મગજને ગ્લુકોઝ પૂરો પાડે છે જે મગજને કાર્ય કરવામાં અને સકારાત્મક મૂડ જાળવવામાં પણ મદદ કરે છે. જે લોકો લાંબા સમય સુધી બ્રેક ફાસ્ટ સ્કીપ કરી દે છે તેમનામા સવારે પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝનો અભાવ હોય છે. જે મગજ પર અસર કરે છે અને માનસિક તણાવ તરફ દોરી જાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.