બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sitting on the ground, the cheetah did not leave until it calmed down: seeing the love of the parrot, the spots wept.
Last Updated: 10:46 AM, 3 February 2024
ADVERTISEMENT
Panchmahal News : પંચમહાલમાં પક્ષી અને માનવ વચ્ચેના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો સામે આવ્યો હતો. વાત જાણે એમ છે, પંચમહાલના ઘોઘંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં નરેશ પરમાર નામના 17વર્ષની વયે નિધન થતા તેને મિત્ર પક્ષી પોપટ તેની અંતિમ યાત્રામાં જોડાયો હતો. મિત્રની અંતિમ યાત્રામાં નનામી સાથે જ પોપટ મિત્ર જોવા મળતા લોકોએ પોપટને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોપટ હટવાનુ નામ નહોતો લેતો. વિગતો મુજબ નરેશ પરમાર રોજ પોતાના પિતા સાથે મંદિરે જતો ત્યારો પોપટને ચણ નાખતો હતો ત્યારે પોપટ સાથે તેની દોસ્તી બંધાઈ હતી.

ADVERTISEMENT
કહેવાય છે કે, પશુ-પંખી આપણી સાથેની લાગણી અને પ્રેમ ક્યારેય ભૂલતા નથી. આવી જ એક ઘટના સામે આવી છે પંચમહાલના ઘોઘંબાથી. વિગતો મુજબ ઘોઘંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં નરેશ પરમાર નામનો યુવક અગાઉ પોતાના પિતા સાથે રોજ મંદિરે જતો ત્યારો પોપટને ચણ નાખતો હતો. આમ પોપટ સાથે તેની લાગણી બંધાઈ હતી. જોકે વિધિની વક્રતા તો જુઓ કે નરેશ પરમારનું માત્ર 17 વર્ષની વયે જ દુ:ખદ અવસાન થયું. આ તરફ નરેશ પરમારની અંતિમ યાત્રામાં આ પોપટ પણ જોડાયો અને જ્યાં સુધી નરેશ પરમારની ચિતા શાંત ન થઈ ત્યાં સુધી તે ત્યાં જ ઊભો રહ્યો હતો.
પોપટે નિભાવી મિત્રતા:પંચમહાલમાં નરેશ પરમારનું મૃત્યુ થતાં પોપટ અંતિમ યાત્રામાં અર્થી પર જ બેસી રહ્યો, અંતિમ ક્રિયામાં સામેલ થયો, લોકોએ ભગાડવા પ્રયાસ કર્યા પણ ચિતા શાંત ન થઈ ત્યાં સુધી સ્મશાનમાં બેસી રહ્યો.#panchmahal #parrots #vtvgujarati #vtvcard pic.twitter.com/nkJT49UhBu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 3, 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
અબોલ પોપટે અંતિમઘડી સુધી મિત્રતા નિભાવી
પક્ષી અને માનવ વચ્ચે ના લાગણીસભર સંબંધોનો આ અનોખો કિસ્સો હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મિત્રની અંતિમયાત્રામાં નનામી સાથે જ રહેલા પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબોગરીબ કિસ્સાથી લોકોની આંખો પણ ભીની થઈ છે. નરેશ પરમારની અંતિમયાત્રામાં આંખમાં આંસુ સાથે મિત્ર પોપટ પણ જોડાયા બાદ ડાધુઓએ પોપટને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોતાની સાથે આત્મીયતાથી બંધાયેલ સંબંધને મૂકી પોપટ કેમ ઊડી શકે ? આ પોપટ જ્યાં સુધી તેના મિત્ર નરેશ પરમારની ચિતા શાંત ન થઈ ત્યાં સુધી સ્મશાન માં જ રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.