બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / silk smitha on tiktok

ટોલિવૂડ / ઉહ લા લા... સ્વ. સિલ્ક સ્મિતા ટિક-ટોક પર ??

Published By: Intern

Last Updated: 05:39 PM, 23 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પૂર્નજન્મમાં વિશ્વાસ ધરાવો છો ? જો હાં, તો આજે તમને સાઉથની સુપરસ્ટાર સિલ્ક સ્મિતાનો પૂર્નજન્મ જોવા મળશે એ પણ ટિકટોક પર....

સાઉથની સુપરસ્ટાર સિલ્ક સ્મિતા હવે આપણી વચ્ચે નથી રહી પરંતુ આજે પણ સિલ્ક સ્મિતાને યાદ કરવામાં આવે છે. સિલ્ક સ્મિતાનું ઓરીજીનલ નામ વિજ્યાલક્ષ્મી હતું પરંતુ તે તેના સ્ટેજ નેમ સિલ્ક સ્મિતાથી ઓળખાતી હતી. સિલ્ક સ્મિતા તેની અદાઓ દ્વારા સાઉથમાં ઘણા ઓછા સમયમાં છવાઇ ગઇ હતી. કહેવાતું હતું કે, સિલ્ક સ્મિતા જે ફિલ્મ સાઇન કરે તે સુપરહિટ થઇ જતી હતી. આજે પણ એવું જ બન્યુ છે. સિલ્ક સ્મિતા જેવી દેખાવાવાળી એક છોકરી ટિકટોક પર છવાઇ ગઇ છે. જી હાં, સિલ્ક સ્મિતાની આ ડુપ્લિકેટના ટિકટોક પર 2.5 લાખ જેટલા ફેન્સ અને 3 મિલિયન્સ જેટલી લાઇક્સ છે. 

  • સિલ્ક સ્મિતાની ડુપ્લિકેટ છવાઇ ટિકટોક પર
  • સાઉથ સેન્સેશન સિલ્ક સ્મિતાનો ઉલ્લેખ
  • સિલ્કની ડાયહાર્ટ ફૅન

સિલ્કની આ ડુપ્લિકેટનું નામ તારા આર.કે છે. ટિકટોક પર તારા આર.કે સિલ્કની અદાઓથી જ વિડીયો બનાવે છે અને તેના વિડીયોને અમુક જ મિનિટ્સમાં લાખોમાં લાઇક્સ તેમજ વ્યૂઝ મળી જાય છે. તે સોશિયલ મિડીયા પર ઘણી ફેમસ છે. તેની પ્રસિદ્ધિનું પહેલુ અને છેલ્લુ કારણ તેનો સિલ્ક સ્મિતા જેવો દેખાવ છે. ટિકટોક યૂઝર તારા સિલ્ક સ્મિતાના ગીત અને ડાયલોગ પર વિડીયો બનાવે છે, જેના કારણે તે સાઉથના લોકોમાં ઘણ લોકપ્રિય બની છે. તેના વિડીયો જોઇને લોકો તેના વિષે ચર્ચા કરતાં થાકતા નથી. 

તારાને જોઇને એવું જ લાગે છે કે, સિલ્ક સ્મિતા ફરી જન્મ લઇને પૃથ્વી પર આવી છે. સિલ્ક સ્મિતાએ સાઉથના દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રિન શૅર કરી છે. સિલ્કે તેલૂગુ, તામિળ, મલયાલમ, અને હિન્દી ભાષાઓની ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. જેના કારણે સિલ્કને લોકો આજે પણ યાદ કરે છે. 

આપને જણાવી દઇએ કે, સિલ્ક સ્મિતાના જીવન પર 2011માં એકતા કપૂરે ફિલ્મ બનાવી હતી, જે ફિલ્મનું નામ ધ ડર્ટી પિક્ચર હતું. આ ફિલ્મમાં સિલ્કનો રોલ વિદ્યા બાલને ભજવ્યો હતો. ધ ડર્ટી પિક્ચરમાં વિદ્યા સાથે ઇમરાન હાશ્મી, તુષાર કપૂર અને નસીરુદ્દીન શાહ લીડ રોલમાં હતા.  

સંકળાયેલા મુદ્દાઓ

South Indian Industry Tiktok silk smitha Tollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ