બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચહેરા પર દેખાય છે લીવર ખરાબ થવાનો સંકેત, અવગણના કરશો તો લીવર થઈ જશે ફેલ
Last Updated: 05:01 PM, 7 December 2025
લીવર પર કોઈ નુકસાન થાય ત્યારે તેની અસર ચહેરા પર જોવા મળી શકે છે. તમે આ સંકેતોને ઓળખી લીવરને બચાવી શકો છો. ચહેરા પર લીવરને નુકસાનના ચિહ્નોમાં પીળાપણું, થાક, સોજો, ખીલ, ત્વચા કાળી પડવી અને કરોળિયા જેવા લાલ નિશાનનો સમાવેશ થાય છે. જે બિલીરૂબિનમાં વધારો, ટોક્સિન્સ જમા થવો કે હોર્મોનલ ઈમ્બેલેન્સના કારણે થાય છે. તેમને અવોઇડ કરવાથી લીવર ફેલ્યોર થઈ શકે છે આથી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ADVERTISEMENT
ત્વચા અને આંખો પીળી પડવી એ એક લીવર ડેમેજનો મુખ્ય સંકેત હોય છે કારણ કે લીવર બિલીરૂબિનને યોગ્ય રીતે ડિટોક્સિફાય કરી શકતું નથી.
ADVERTISEMENT
લીવરની સમસ્યાઓમાં ચહેરા અને આંખોની નીચે સોજો આવી શકે છે, ખાસ કરીને ફેટી લીવરની સ્થિતિમાં. હોર્મોનલ ઈમ્બેલેન્સ કે ટોક્સિન્સ જડબા અને ગાલ પર ખીલનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
શરીરમાં ટોક્સિન્સ વધવાથી ત્વચા તેની નેચરલ ચમક ગુમાવી શકે છે અને ચહેરો થાકેલો દેખાઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આંખો નીચે ડાર્ક સર્કલ અને ત્વચા કાળી પડવી એ સિરોસિસનું લક્ષણ હોઈ શકે છે.
ADVERTISEMENT
લીવરને ડેમેજ થવાથી ત્વચા પર નાના, લાલ, કરોળિયા જેવા નિશાન પણ થઈ શકે છે, જે લીવર સિરોસિસમાં હોર્મોનલ ઈમ્બેલેન્સને કારણે થાય છે.
લીવરના આ લક્ષણો ઘણીવાર ગંભીર કિસ્સાઓમાં જ દેખાય છે તેથી તેને અવોઇડ કરશો નહીં. તરત ડૉક્ટરને મળો અને ટેસ્ટ કરાવો. કેમ કે લીવર ફેલ્યોર એક ઇમર્જન્સી સ્થિતિ હોય છે. આ સિવાય ચહેરા પર દેખાતા આ ફેરફારો ગંભીર લીવર ડીઝીઝની નિશાની હોઈ શકે છે. સમયસર નિદાન અને સારવાર મોટી સમસ્યાઓને અટકાવી શકે છે.
(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.