બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાનું બંધ કરી દેજો! તમે આપી રહ્યા છો મોતને આમંત્રણ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:58 PM, 6 December 2025
1/6
2/6
પ્લાસ્ટિક બોટલમાંથી આપણા પીવાના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક આવે છે. માઇક્રોપ્લાસ્ટિક એ ખુબ નાના પ્લાસ્ટિક કણો હોય છે જે 5 મીમી કરતા ઓછા સાઈઝના હોય છે. તે અનેક રીતે આપણા પાણીના સ્ત્રોતોમાં પ્રવેશ કરે છે. જેમાં જૂના પ્લાસ્ટિકના તૂટવાથી, કપડાંમાંથી માઇક્રોફાઇબરનું શેડિંગ અને બોટલોનો ઘસારો. જેમાં મહાસાગરો સહીત નદીઓ, તળાવો અને હવા પણ માઇક્રોપ્લાસ્ટિકથી ભરેલી છે.
3/6
જ્યારે આપણે પ્લાસ્ટિક બોટલમાંથી પાણી પીએ છીએ ત્યારે આપણે અજાણતાં આ નાના કણોને ગળી જઈએ છીએ. અનેક સ્ટડીમાં બોટલબંધ પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યું છે, જે તેની સ્વાસ્થ્ય અસરો વિશે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે. પ્લાસ્ટિકમાં રહેલા અમુક રસાયણો શરીરમાં પ્રવેશ કરે છે અને વધુ નુકસાન પહોંચાડે છે.
4/6
તેનાથી જેમ કે હોર્મોનલ અસંતુલન, સ્થૂળતા, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, પ્રજનનક્ષમતા પર અસરો અને કેટલાક કિસ્સાઓમાં કેન્સર પણ થઇ શકે છે. આ કણોની લાંબા ગાળાની અસરો પર સંશોધન ચાલુ છે ત્યારે વર્તમાન પુરાવા સૂચવે છે કે માઇક્રોપ્લાસ્ટિક સોજો, ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને હાનિકારક રસાયણોના ટ્રાન્સફરનું કારણ બની શકે છે.
5/6
પ્લાસ્ટિક બોટલો છોડીને સ્ટીલ, કાચ કે BPA ફ્રી બોટલોનો ઉપયોગ કરો. પાણીના ફિલ્ટરેશન સિસ્ટમનો ઉપયોગ કરો જે પાણીના માઇક્રોપ્લાસ્ટિક્સ જેવા પ્રદૂષકો ઘટાડી શકે છે. દરેક ફિલ્ટર સંપૂર્ણ નથી હોતા પરંતુ સુધારેલી ટેકનોલોજીવાળા ફિલ્ટર માઇક્રોપ્લાસ્ટિક્સનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડે છે. પ્લાસ્ટિક બોટલોથી પર્યાવરણીય નુકસાન પણ થાય છે. દરેક ફેંકી દેવાયેલી બોટલ દરિયાઈ જીવ, નદીઓ અને સમગ્ર ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે.
6/6
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ