બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / Sidhu Musewala Murder Case Lawrence Bishnoi's Nephew Arrested From Azerbaijan

Sidhu Musewala / સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસનાં તાર વિદેશ સુધી લંબાયા, અઝારબૈજાનમાંથી લોરેન્સ બીશ્નોઈનાં ભાણિયાની ધરપકડ

Megha

Last Updated: 11:07 AM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધુ મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન બિશ્નોઈની પણ શામેલ હતા.

  • સિદ્ધુ મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈના ભત્રીજાની ધરપકડ 
  • મુસેવાલાના હત્યાનો માસ્ટરમાઈન્ડ હતો સચિન બિશ્નોઈ
  • 29 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં હવે વિદેશોમાં પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન બિશ્નોઈને અઝરબૈજાનમાંથી પકડી પાડવામાં આવ્યો છે. સચિન બિશ્નોઈ લોરેન્સની ગેંગનો જ એક હિસ્સો છે અને તેને દેશની બહાર રહીને ચલાવે છે. 

હત્યાનો માસ્ટરમાઈન્ડ
જાંચ એજન્સીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન બિશ્નોઈની પણ શામેલ હતા. સચિન બિશ્નોઈને પણ મુસેવાલાનું મર્ડર થવાની જાણ હતી. આ ઉપરાંત એ લોકો​ મુસેવાલાના હત્યાનો માસ્ટરમાઈન્ડ સચિન બિશ્નોઈ છે એમ કહી રહ્યા છે. 

નકલી પાસપોર્ટ મળી આવ્યો
એક રિપોર્ટ અનુસાર સચિન પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યો છે. સચિનનું પૂરું નામ સચિન થાપણ છે પણ તેની પાસેથી તિલક રાજ ટૂટેજાના નામનો નકલી પાસપોર્ટ મળી આવ્યો હતો. એ પાસપોર્ટમાં નામ સહિત પિતાનું નામ અને એડ્રેસ પણ ખોટું નાખવામાં આવ્યું છે. 

ગોલ્ડી બરાડ
અગાઉ પોલીસે દાવો કર્યો હતો કે તેના મિત્ર સંદીપ ઉર્ફે કેકડાએ સચિનના કહેવા પર જ સિદ્ધુ મુસેવાલાની રેકી કરી હતી. ઘટનાના દિવસે કેકડા સિદ્ધુ મુસેવાલાના ચાહક તરીકે તેના ઘરે પહોંચ્યો હતો.કેકડાએ તેના ઘરની બહાર મુસેવાલા સાથે સેલ્ફી લીધી હતી અને લાંબા સમય સુધી ત્યાં જ ઉભો રહ્યો હતો. મુસેવાલા બહાર આવતાની સાથે જ કેકડાએ તમામ માહિતી શૂટર્સને આપી. તમને જણાવી દઈએ કે આ ઘટનાનો બીજો માસ્ટર માઈન્ડ કેનેડામાં બેઠેલો ગોલ્ડી બરાડ છે એવું કહેવામાં આવી રહ્યું છે. ગોલ્ડી જેલમાં રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ખૂબ નજીક છે. 

29 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. તેના પર ખુલ્લેઆમ રસ્તા વચ્ચે અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યો હતો જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ગોલ્ડી બ્રારે લોરેન્સ બિશ્નોઈ સાથે મળીને મુસેવાલાની હત્યા માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું અને પછી તેના શૂટરો દ્વારા મુસેવાલાની હત્યાને અંજામ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ