બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / side effects of wearing socks while sleeping during winters can cause these health problems

સાવધાન / શિયાળામાં મોજા પહેરીને ઉંઘવાની ટેવ હોય તો બંધ કરી દેજો, હ્રદય સહિત આ 5 બીમારીને આપશો સામેથી આમંત્રણ

Arohi

Last Updated: 11:02 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Side Effects Of Wearing Socks While Sleeping: પગના તળીયાને ગરમ રાખવા માટે લોકો મોજા પહેરીને સુવાનું પસંદ કરે છે. પરંતુ તમે જાણો છો કે મોજા પહેરીને સુવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

  • મોજા પહેરીને સુવાની ન કરતા ભૂલ 
  • થઈ શકે છે હૃદય સંબંધીત બિમારી
  • જાણો તેના ખતરનાક સાઈડ ઈફેક્ટ્સ વિશે 

શિયાળામાં લોકો ઠંડીથી બચવા માટે રાત્રે મોજા પહેરીને સુવે છે. જો તમને પણ આવી ટેવ છે તો તેને આજે જ બદલી નાખો. કારણ કે તેના કારણે હૃદય સંબંધી બીમારીએ થઈ શકે છે. સાથે જ તેના કારણે ઉંઘ પણ બરાબર નથી આવતી. મોજા પહેરીને સુવુ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

મોજા પહેરીને સુવાના નુકસાન 
બ્લડ સર્કુલેશન થઈ શકે છે ઓછુ 

રાત્રે સુતી વખતે મોજા પહેરવાના કારણે બ્લડ સર્કુલેશન પ્રભાવિત થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે સુવા જાવ તે પહેલા મોજા ઉતારી દો અથવા તો ઢીલા મોજા પહેરો. 

પગમાં ઈન્ફેક્શન 
મોજા પહેરાવાના કારણે પગમાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. હકીકતે આખો દિવસ મોજા પહેરવાથી તેમાં ગંદકી અને બેક્ટેરિયા ચોંટ્યા હોય છે તેના કારણે પગમાં ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. 

અનિંદ્રાની સમસ્યા 
ટાઈટ મોજા પહેરીને સુવાના કારણે તમને ઉંઘમાં ડિસ્ટબ થઈ શકે છે. ટાઈટ મોજા બ્લડ સર્કુલેશનને પ્રભાવિત કરી પગમાં ખંજવાડનું કારણ પણ બની શકે છે. તેના ઉપરાંત રાત્રે મોજા પહેરીને સુવાથી વ્યક્તિને ગભરામણ અનુભવાય છે સાથે જ અનિદ્રાની મુશ્કેલી પણ થઈ શકે છે. 

ઓવરહીટિંગની સમસ્યા 
આખી રાત મોજા પહેરીને સુવાથી ઓવર હીટિંગની સમસ્યા થઈ શકે છે. હકીકતે રાત્રે સુતી વખતે મોજા પહેરીને સુવાના કારણે શરીરનું તાપમાન વધી શકે છે. જો તમારા મોજામાં હવા પાસ નથી થઈ રહી તો તે ઓવરહીટિંગનું કારણ બની શકે છે. જેના કારણે બેચેની થઈ શકે છે. 

હાર્ટને કરી શકે છે પ્રભાવિત 
ટાઈટ મોજા પહેરીને સુવાથી પગની નસો પર દબાણ પડી શકે છે અને હાર્ટ સુધી પંપ થવામાં મુશ્કેલી આવી શકે છે. એવામાં હાર્ટને પંપ કરવામાં વધારે જોર પડે છે જેનાથી હાર્ટને નુકસાન પહોંચી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ