બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill goes shirtless, flaunts six pack abs also share kohli shirtless photo on social media

PHOTO / ફક્ત સદી નહીં, સિક્સ પેક એબ્સ પણ કોહલી જેવા! શુભમન ગિલે પોતાની અને વિરાટની શર્ટલેસ તસવીર કરી શેર

Megha

Last Updated: 04:56 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરસીબીને હરાવ્યા બાદ શુભમન ગિલે પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાની એક તસવીર શેર કરી હતી જેમાં વિરાટ અને શુભમન ગિલ બંને મિરર ફોટો લેતા જોવા મળે છે

  • શુભમન ગિલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે
  • તસવીરોમાં વિરાટ અને શુભમન ગિલ બંને મિરર ફોટો લેતા જોવા મળે છે
  • તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે

રોયલ ચેલેન્જર્સ સામે સદી ફટકારનાર ગુજરાત ટાઇટન્સનો બેટ્સમેન શુભમન ગિલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં આરસીબીને હરાવ્યા બાદ શુભમન ગિલે પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં ગિલ અરીસા સામે ફોટા લેતો જોવા મળી રહ્યો છે. આ તસવીર પોસ્ટ કર્યાના થોડા સમય બાદ તેણે પોતાની અને વિરાટ કોહલીની તસવીર શેર કરી હતી.

આ તસવીરોમાં વિરાટ અને શુભમન ગિલ બંને મિરર ફોટો લેતા જોવા મળે છે.આટલું જ નહીં બંને શર્ટલેસ પણ છે. બંને ક્રિકેટર્સની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો બંનેના સિક્સ પેક એબ્સના વખાણ કરતાં થાકતા નથી.શુભમન ગિલે વિરાટ સાથેની તસવીર શેર કરી અને લખ્યું- ભારતીય ક્રિકેટર્સ. આ સાથે તેણે ભારતનો ધ્વજ અને દિલનું ઈમોજી પણ મૂક્યું છે.

ગિલે આરસીબીનું સપનું કરી દીધું ચકનાચૂર 
રવિવારે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં, શુભમન ગીલે 104 રનની ઇનિંગ રમીને RCBને IPL 2023 માંથી બહાર કરી દીધું હતું. જણાવી દઈએ કે ગિલે આ મેચમાં 52 બોલમાં ઈનિંગ રમી હતી. જેમાં તેણે 8 સિક્સરની મદદથી અણનમ રહેતા 104 રન બનાવ્યા હતા. આ સદી સાથે શુભમન ગિલ IPLમાં સતત બે ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બની ગયો છે.

શુભમન ગિલે IPL 2023માં આ સિઝનમાં 680 રન બનાવવા માટે 14 ઇનિંગ્સ રમી છે . જેમાં ગિલે 4 ફિફ્ટી અને 2 સદીનો સમાવેશ કર્યો હતો. જણાવી દઈએ કે ગિલે તેની IPL કરિયરમાં 2 સદી ફટકારી છે. આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ છે. આવી સ્થિતિમાં આજે ફરી ચાહકો શુભમન ગિલ પાસેથી સદીની આશા રાખી રહ્યા છે. જો ગિલ આજે 100 રન બનાવશે તો તે તેના માટે સદીની હેટ્રિક હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ