ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / એશિયા કપ પહેલા શ્રેયસ ઐય્યરને મળી ગઈ કેપ્ટનશીપ, નવી ટીમ ઈન્ડિયાનું એલાન

સ્પોર્ટ્સ / એશિયા કપ પહેલા શ્રેયસ ઐય્યરને મળી ગઈ કેપ્ટનશીપ, નવી ટીમ ઈન્ડિયાનું એલાન

Last Updated: 04:38 PM, 6 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2025 પહેલા ફરી વાર ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં BCCI તરફથી શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ADVERTISEMENT

BCCI એ એશિયા કપ 2025 પહેલા ઈન્ડિયા A ટીમની જાહેરાત કરી છે. ઈન્ડિયા A ઓસ્ટ્રેલિયા A સામે 2 મલ્ટી-ડે મેચ રમશે. આથી BCCI એ મલ્ટી-ડે મેચ માટે ઈન્ડિયા Aની જાહેરાત કરી છે. જેમાં શ્રેયસ ઐયરને ઈન્ડિયા Aની કેપ્ટનશીપ સોંપાઈ છે. આ સિવાય બીજા પ્લેયર્સને પણ ટીમમાં મોકો અપાયો છે.

  • કેએલ રાહુલ અને સિરાજને પણ મોકો

કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજને પહેલી મેચ માટે ટીમનો ભાગ બનાવવામાં નથી આવ્યા, પરંતુ બંને પ્લેયર્સને બીજી મલ્ટી-ડે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવશે. એવું મનાઈ રહ્યું છે કે, આ સિરીઝમાં સારું પ્રદર્શન કરનારા પ્લેયર્સને વેસ્ટ ઇન્ડીઝ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝમાં મોકો અપાશે. શ્રેયસ ઐયર માટે ટેસ્ટ ટીમમાં પાછા ફરવાનો આ એક બેસ્ટ ચાંસ છે. કેમ કે, સતત ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહ્યો છે.

આ 2 મલ્ટી-ડે ટેસ્ટ મેચ સિરીઝની પહેલી મેચ 16 થી 19 સપ્ટેમ્બર દરમિયાન રમાશે, જ્યારે બીજી મલ્ટી-ડે ટેસ્ટ મેચ 23 થી 26 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. આ બંને મેચ લખનૌમાં રમાશે. મલ્ટી-ડે મેચો બાદ 3 વનડે મેચ રમાશે. જે અનુક્રમે 30 સપ્ટેમ્બર, 3 ઓક્ટોબર અને 5 ઓક્ટોબર 2025 ના રોજ રમાશે. આ બધી મેચ કાનપુરમાં યોજાશે.

વધુ વાંચો : કદાચ ભાગ્યે જ આ 5 ખેલાડીઓને એશિયા કપમાં મળશે મેદાન પર ઉતરવાનો મોકો, એક તો ભારતનો

  • ઇન્ડિયા A ટીમની જાહેરાત
    શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિમન્યુ ઈસ્વરન, એન જગદીશન (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, હર્ષ દુબે, આયુષ બદોની, નીતીશ કુમાર રેડ્ડી, તનુષ કોટિયન, પ્રસિદ્ધ કૃષ્ણા, યશ ઠાકુર, માનવ સુથાર, ખલીલ અહમદ, ગુરનુર બરાર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer India A Squad BCCI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ