ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : 'સોની પુત્રે' છછરાવ્યાં લખણ! રિસેપ્શન પર બેઠેલી છોકરીને કિસ કરીને બાહુપાશમાં જકડી, વીડિયો વાયરલ
Last Updated: 07:48 AM, 17 November 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વારંવાર એવા વિડિયો વાયરલ થાય છે જે લોકોને અચંબામાં મૂકી દે. આવો જ એક ઘટનાનો વિડિયો ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાંથી બહાર આવ્યો છે, જેમાં એક જાણીતા વેપારીના પુત્ર પર રેસ્ટોરન્ટમાં કામ કરતી યુવતી સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ છે.
ADVERTISEMENT
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે સોનાં-ચાંદીના વેપારીનો દીકરો રેસ્ટોરન્ટના રિસેપ્શન ડેસ્ક પર બેઠેલી યુવતી સાથે વાતચીત કરતો જોવા મળે છે. તેની સાથે એક અન્ય યુવતી પણ ઉભી છે. વાતચીત દરમિયાન તે પહેલા યુવતી તરફ ફ્લાઇંગ કિસ કરે છે અને ત્યાર બાદ લિફ્ટ તરફ આગળ વધે છે. થોડા સેકન્ડ બાદ ફરી પાછો આવી યુવતીને ગળે લગાડવાનો પ્રયત્ન કરે છે અને તેના ગાલ પર બે વાર ચુંબન કરતા દેખાય છે.
दारूबाज रईसजादे की हरकत!
— Narendra Pratap (@hindipatrakar) November 15, 2025
वीडियो #झांसी का है pic.twitter.com/CJKkKZdUQ8
ADVERTISEMENT
પાસે ઊભેલી બે યુવતીઓ હસી પડતી દેખાય છે, જ્યારે રિસેપ્શન પર બેઠેલી યુવતી આ અચાનક ઘટનાથી હકબક્કી થઈ જાય છે. થોડું સંભાળી તે ઘટનાની માહિતી સહકર્મચારીને આપે છે અને ત્યારબાદ યુવતી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે. યુવતીનું કહેવું છે કે આરોપી અમન અગ્રવાલ નશાની હાલતમાં હતો અને તેવા સમયે જ તેણે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું.
આ પણ વાંચોઃ દિલ્હી–NCR સાવધાન!તીવ્ર ઠંડી, શીત લહેરની ચેતવણી, આગામી 72 કલાક અત્યંત મહત્વના
ADVERTISEMENT
ફૂટેજના આધારે પોલીસે વેપારીના દીકરા અમન અગ્રવાલને કસ્ટડીમાં લીધા હોવાની માહિતી મળી છે. નબાબાદ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ જેપી પાલએ જણાવ્યું કે સમગ્ર મામલા અંગે તપાસ ચાલી રહી છે અને પુરાવાના આધારે જરૂરી પગલા લેવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો