ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:41 AM, 17 November 2025
ADVERTISEMENT
Winter Update: હાલ ઉત્તર ભારતમાં ઠંડીની લહેર છે. દિલ્હી અને ઉત્તર ભારતમાં તાપમાન નીચું ગયું છે અને આગામી દિવસોમાં પણ વાદળછાયું અને ધુમ્મસ વાળું વાતાવરણ રહેવાનું છે. ત્યારે આગામી દિવસોમાં તેની અસર આખા ભારતમાં રહેશે.
ADVERTISEMENT
તો બીજી બાજુ બિહારમાં નવેમ્બરના મધ્યમાં જ શિયાળાની તીવ્રતા વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં રાત્રિના તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કૈમૂરમાં રાત્રિનું તાપમાન ઘટીને 7.2°C સુધી પહોંચી ગયું છે, જ્યારે દક્ષિણ બિહારના રોહતાસ, ઔરંગાબાદ, ગયા, નવાદા અને બક્સર જિલ્લાઓમાં પણ પારો એક અંકમાં આવી ગયો છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ થોડી રાહત આપે છે. પરંતુ વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. બિહાર હવામાન સેવા કેન્દ્રના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધુ ઘટીને 5°C સુધી પહોંચી શકે છે. 19 નવેમ્બરથી તાપમાનમાં 1–2°Cનો નાનો વધારો થવાની શક્યતા છે. પરંતુ ઠંડીની અસર યથાવત્ રહેશે.

ADVERTISEMENT
દિલ્લી NCRમાં પણ હાલ હવામાનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓ મુજબ, 17થી 22 નવેમ્બર દરમિયાન આ વિસ્તારમાં વાદળછાયું માહોલ રહેશે અને સવારના સમયે હળવાથી મધ્યમ ધુમ્મસ છવાઈ શકે છે. લઘુત્તમ તાપમાન 8°C આસપાસ અને મહત્તમ તાપમાન 23–24°C વચ્ચે રહેવાની ધારણા છે. સ્કાયમેટ વેધરના ડૉ. મહેશ પાલાવતના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં સર્જાતો નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં ફેરવાઈ 22 અથવા 23 નવેમ્બરે અરબી સમુદ્ર સુધી પહોંચી શકે છે. આ વ્યવસ્થાને કારણે ઉત્તર ભારતમાં હજી શિયાળાનો વરસાદ શરૂ થયો નથી, જેના કારણે દિવસનું તાપમાન સામાન્ય કરતા વધારે છે, પરંતુ પવનની ઠંડી અસર લોકોને સવાર-સાંજ ઠંડીનો અનુભવ કરાવી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તડામાર તૈયારીઓ, ગાંધીમેદાનમાં એન્ટ્રી બંધ, નીતિશ કુમારે બોલાવી બેઠક

ADVERTISEMENT
બિહાર હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આવતા દિવસોમાં સવારે અને સાંજે ધુમ્મસનું પ્રભુત્વ રહેશે જ્યારે હવામાન કુલ મળીને શુષ્ક રહેવાની શક્યતા છે. દિવસનું તાપમાન 26–30°C અને રાત્રિનું તાપમાન 10–16°C વચ્ચે રહેવાની ધારણા છે. પરંતુ દક્ષિણ બિહારમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર રહેશે. કૈમૂર સહિતના સરહદી જિલ્લાઓમાં ભારે ઠંડીને કારણે સામાન્ય જીવન પર અસર પડી રહી છે. તાજેતરના દિવસોમાં 30 કિમી પ્રતિ કલાક સુધીની પશ્ચિમી પવનો ફૂંકાતા શિયાળાની અસર વધુ વધતી જણાઈ રહી છે. સીમાંચલ જિલ્લાના તાપમાનમાં બાકી વિસ્તારોની સરખામણીમાં થોડું ઓછું ઘટાડું નોંધાયું છે, પરંતુ ત્યાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો