બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shoaib Malik Accused Of Sliding Into Nawal Saeed’s DM With Flirty Texts

રંગીનમિજાજી / 'એક ક્રિકેટર મને મોકલી રહ્યો છે ફ્લર્ટી મેસેજ' શોમાં એક્ટ્રેસના ધડાકાંથી બધા હેરાન, 3 વાર પરણેલો

Hiralal

Last Updated: 06:32 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન બાદ બીજી એક્ટ્રેસ સાથે અફેર હોવાની ચર્ચા ઉપડી છે.

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના તાજેતરમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે તલાક થયાં હતા જે પછી મલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કર્યાં હતા. પરંતુ આ દરમિયાન તે બીજી પાકિસ્તાની એક્ટ્રેસ નવલ સઈદ સાથે પણ સંબંધમાં હોવાની ચર્ચા ઉપડી છે. શોએબ મલિકે નવલ સઈદને પ્રેમના મેસેજ મોકલ્યાં હોવાનું સામે આવ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nawal Saeed (@inawalsaeed)

શું બોલી નવલ સઈદ 
એજાઝ અસલમ અને નાદિયા ખાને હોસ્ટ કરેલા રમઝાનના એક શોમાં મહેમાન બનીને આવેલી નવલ સઈદને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે એક્ટર્સ તરફથી ફ્લર્ટિંગ (પ્રેમ) મેસેજ મળે છે? જવાબમાં નવલે કહ્યું કે એક્ટર્સ તો નહીં પરંતુ એક ક્રિકેટર મને ફ્લર્ટિંગ મેસેજ મોકલી રહ્યો છે. જોકે તેણે કોઈને નામ આપ્યું નથી પરંતુ તેનો ઈશારો શોએલ મલિક તરફ હોઈ શકે છે. જ્યારે યજમાન નાદિયા ખાને સીધું જ પૂછ્યું કે શું તે શોએબ મલિક છે, ત્યારે નવલે આ સવાલને ટાળી દીધો હતો અને હસી પડી હતી. તેણે કહ્યું કે આ મેસેજમાં તેની સુંદરતાના વખાણ કરાયા છે. 

કોણ છે નવલ સઈદ 
ઉલ્લેખનીય છે કે, નવાલ સઈદ એક પાકિસ્તાની અભિનેત્રી છે, જેણે 2017માં 'યકીન કા સફર'માં ટૂંકી ભૂમિકા સાથે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે 'એઝબાન', 'ફરયાદ', 'સીતમ', 'સીતમ', 'દાગ એ દિલ' અને 'માહ એ તમમ' જેવા વિવિધ નાટકોમાં જોવા મળી છે. હાલમાં, નવલ 'જાન એ જહાં' નામના શોમાં તેના આકર્ષક અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Nawal Saeed Shoaib Malik નવલ સઈદ શોએબ મલિક Shoaib Malik
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ