બ્રેકિંગ ન્યુઝ
શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીય લેખમાં લખ્યું છે કે ચીનની સેના પીછે હટી ગઇ છે અને બંને દેશોના સૈન્ય કમાંડરોની વચ્ચે વાતચીત બાદ તણાવ ઓછો થયો છે. હવે ખોટીવાતનો પર્દાફાશ થઇ ગયો છે. લદ્દાખ અને ચીનની વચ્ચે સરહદ પર તણાવ દરમિયાન ચીન સતત એવા પગલા ઉઠાવી રહ્યું છે, જેને લઇને ભારત માટે મુશ્કેલીઓ ઉભી થાય.
કહેવું કંઇક અને કરવું કંઇક જાણે ચીનની આ રાષ્ટ્રીય નીતિ હોય. ચીન યુદ્ધ નથી ઇચ્છતું પરંતુ તેની નીતિ સરહદ પર યુદ્ધ જેવી પરિસ્થિતિ કરી ભારતને હંમેશા ડરાવીને રાખનારી છે. ચીન ગલવાન ઘાટીમાંથી પોતાના સૈનિકો અને વાહનોને પરત લેવા તૈયાર છે.
પરંતુ તે જ સમય ચીનની સેનાએ લદ્દાખના ડેપસાંગ સેકટરમાં નવા ટેંટ લગાવી દીધા. તોપ અને ટેંક તૈનાત કરી દીધા, સૈનિકોની સંખ્યા વધારી દીધી અને ચીનના હેલિકોપ્ટરે ત્યાં ઉતરવાનું શરૂ કરી દીધું.
ADVERTISEMENT
તેનો મતલબ એ છે કે હવે જે પણ હોય, ચીનની સેના લદ્દાખ છોડવા માટે તૈયાર નથી. મતલબ એ છે કે ચીન હવે એક નવું આક્રમણ કર્યું છે અને તેઓ આપણી સરહદ છોડવા તૈયાર નથી. ચીન યુદ્ધ નથી ઇચ્છતું પણ યુદ્ધની તલવાર આપણા માથા પર રાખવા ઇચ્છે છે, જેના કારણે પાકિસ્તાન અને નેપાળ જેવા રાષ્ટ્ર ચીનના સમર્થનમાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.