બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Shiv 'Raj' or Kamal 'Nath' in Madhya Pradesh? New survey raises BJP-Congress tension, shocking findings
Last Updated: 09:38 PM, 27 June 2023
ADVERTISEMENT
હાલમાં એકબાજુ લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે બહુ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ જીતને લઈને પોતપોતાના દાવા કરી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હોય કે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ બંને આ વખતે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેના વિશે જનતાનો અભિપ્રાય શું છે અને જનતાનો અભિપ્રાય સૌથી મહત્વપૂર્ણ છે. અને આ અભિપ્રાય જાણવા માટે સી-વોટરે એક ખાનગી ન્યૂઝ માટે એક સર્વે કર્યો છે. જેમાં આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કઇ પાર્ટીને કેટલી સીટો મળી રહી છે અને બંને પક્ષોનો વોટ શેર કેટલો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
ચૂંટણી રાજ્ય મધ્યપ્રદેશના પ્રથમ ઓપિનિયન પોલમાં રાજ્યના 17 હજારથી વધુ લોકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે. આ અંગે લોકો તરફથી મળેલ પ્રતિસાદ આશ્ચર્યજનક છે. જનતાએ કહ્યું છે કે આ વખતે મધ્યપ્રદેશમાં કોની સરકાર બનવા જઈ રહી છે ભાજપની કે કોંગ્રેસની. તો ચાલો જાણીએ કે આ વખતે સર્વેમાં મધ્યપ્રદેશમાં જનતાનો મૂડ કેવો છે...

ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં વોટ શેર
ADVERTISEMENT
મધ્ય પ્રદેશમાં કુલ બેઠકો - 230
ADVERTISEMENT
નોંધઃ સી-વોટરે આ સર્વે એક ખાનગી ન્યૂઝ માટે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. VTV ગુજરાતી આ માટે જવાબદાર નથી. આ સર્વેમાં 17 હજાર 113 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ સર્વે 26 મે થી 26 જૂન સુધી કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.