બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Shinde and Thackeray team up again in Maharashtra politics

નિવેદન / શું હવે પાકિસ્તાન કહેશે કે અસલી શિવસેના કોની છે? શિંદેએ ઠાકરે સામે નિશાન સાધ્યું

Kishor

Last Updated: 11:39 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ધનુષ અને તીરનું ચિહ્નને લઈને ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમનેસામને આવી ગયા છે.

  • મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમનેસામને
  • એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું
  • દુર્ભાગ્યપૂર્ણ છે કે અસલી શિવસેના કોની છે?

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રવિવારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે અસલી શિવસેના કોની છે? એ નક્કી કરવા માટે પાકિસ્તાનના પ્રમાણપત્રની જરૂર છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં આયોજિત એક જનસભામાં કહ્યું હતું કે તેમને લોકો પાસેથી મળી રહેલા સમર્થનને જોઇને પાકિસ્તાન પણ જણાવી દેશે કે અસલી શિવસેના કોની છે, પરંતુ ચૂંટણીપંચ એવું ન કરી શકે, કેમ કે તે ‘મોતિયાથી પીડિત’ છે.

 એક વાર ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમનેસામને
મહારાષ્ટ્રમાં શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર નિર્ણય લેતાં ચૂંટણીપંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિહ્ન શિંદે જૂથને સોંપી દીધું હતું, પરંતુ હાથથી ચૂંટણી ચિહ્ન જવાનું દુઃખ ઉદ્ધવ ઠાકરેના દિલમાં હજુ પણ છે. ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીર અંગે એક વાર ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમનેસામને આવી ગયાં છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર ચૂંટણી ચિહ્નને લઈને આપેલા નિવેદન પર પલટવાર કર્યો અને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અસલ શિવસેના કોની છે તે પાકિસ્તાનના પ્રમાણપત્રથી નક્કી થશે.

ઉદ્ધવ ઠાકરેના આરોપ પર બોલ્યા શિંદે, આજે તમારો જન્મ દિવસ છે, કાલે જવાબ આપશું  | uddhav thackeray eknath shinde shinde says today is your birthday will  answer tomorrow

એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે...
રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમને લોકો પાસેથી મળી રહેલા સમર્થનને જોઈને પાકિસ્તાન પણ જણાવી દેશે કે અસલ શિવસેના કોની છે પણ ચૂંટણીપંચ એવું કરી શકે નહીં, કારણ કે તે ‘મોતિયા’થી પીડિત છે. ઠાકરેના આ નિવેદન પર પલટવાર કરતાં એકનાથ શિંદેએ કહ્યું કે જલગાંવમાં કોઈએ કહ્યું કે પાકિસ્તાનને પણ ખબર પડી જશે કે અસલી શિવસેના કોની છે? આ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે કે શિવસેના કોની છે? તે નક્કી કરવા માટે પાકિસ્તાનના પ્રમાણપત્રની જરૂર છે.ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે અને તેમની સાથે શિવસેનાથી અલગ થનારા ધારાસભ્યો પર નિશાન સાધતાં કહ્યું કે જનતા એ સુનિશ્ચિત કરશે કે ગદ્દાર રાજનીતિક રીતે ખતમ થઈ જાય. હકીકતમાં આ એ જ ધારાસભ્યો હતા, જેમના કારણે જૂન-૨૦૨૨માં મહા વિકાસ અઘાડી ગઠબંધનવાળી સરકાર પડી ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ