બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / shardul thakur pinged hard on the helmet swelling on left side of forehead india vs south africa 1st test
Vikram Mehta
Last Updated: 10:37 AM, 27 December 2023
ADVERTISEMENT
સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શાર્દુલ ઠાકુરને ઈજા પહોંચી છે. શાર્દુલ ઠાકુરને બે વાર બોલ વાગ્યો હતો, તેમ છતાં ક્રીજ પર રમી રહ્યા હતા. ત્યારપછી શાર્દુલ ઠાકુર કાગિસો રબાડાના બોલ પર આઉટ થઈ ગયા.
— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) December 26, 2023
ADVERTISEMENT
હેલ્મેટ પર કોએત્જીનો બોલ ટકરાયો
સેંચુરિયનમાં સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર શાનદાર બેટીંગ કરી રહ્યા હતા. શાર્દુલ ઠાકુરને બે વાર બોલ વાગ્યો. પહેલી વાર ગેરાલ્ડ કોએત્જીનો બોલ હેલ્મેટ પર વાગ્યો, જેથી તેઓ થોડા અચેત થઈ ગયા. 44મી ઓવરના ત્રીજા બોલ પર પુલ શોટ રમવાના ચક્કરમાં શાર્દુલ થોડા મોડા પડી ગયા, ત્યારપછી બોલ હેલ્મેટ પર વાગ્યો. ત્યારપછી ફિજિયોને બોલાવવો પડ્યો હતો, ઘણી વાર સુધી ફિજિયો સાથે વાત કરી. હેલ્મેટ કાઢીને જોયું તો માથાની ડાબી બાજુએ આખો ભાગ સોજી ગયો હતો.
રબાડાનો બોલ વાગ્યો
47મી ઓવરમાં શાર્દુલ ઠાકુરને કાગિસો રબાડાનો બોલ વાગ્યો, આ વખતે હાથ પર પાટો બાંધવો પડ્યો હતો. શાર્દુલ રબાડાના આ બોલ પર ડિફેન્ડ કરવા માંગતા હતા, પણ તે બચી શક્યા નહીં અને હાથમાં બોલ વાગી ગયો. જેથી તેઓ થોડા પરેશાન જોવા મળ્યા અને કાગિસો રબાડાએ શાર્દુલ ઠાકુરને ડીન એલ્ગરના હાથે કેટ આઉટ કરી દીધો.
24 રન કરીને આઉટ
શાર્દુલ ઠાકુર આ મેચમાં 8માં નંબરે બેટીંગ કરવા માટે ઉતર્યા હતા અને 33 બોલ પર 24 રન કરીને આઉટ થઈ ગયા હતા. જેમાં 3 ચોગ્ગા શામેલ છે. ભારતીય ટીમે 164 રન પર 7મી વિકેટ ગુમાવી. સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો હતો, જેથી કેપ્ટન તેંબા બાવુમાએ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.