બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shardiya navratri 2021 no shortage of money by bringing these 6 things home

અસીમ કૃપા / તમારા પરિવાર પર નથી મહાલક્ષ્મીની કૃપા? નવરાત્રીમાં કરો આ ઉપાય, થશે મોટા લાભ

Published By: Premal

Last Updated: 04:45 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબર, 2021 ગુરૂવારથી શરૂ થઇ રહી છે અને તેનું સમાપન 15 ઓક્ટોબર શુક્રવારથી થશે. નવરાત્રિ દરમ્યાન નવ દિવસ સુધી માં દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસના કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થાય છે. ચાલુ વર્ષે બે તિથીઓ એકસાથે હોવાથી નવરાત્રિ આઠ દિવસની છે.

  • જો નવરાત્રિમાં માતાજીની કૃપા મેળવવી હોય તો આટલું પાલન કરો
  • તમારા ઘરે લઇ આવો આટલી વસ્તુ, થશે મોટો લાભ
  • થશે મહાલક્ષ્મીની કૃપા અને ક્યારેય નહીં સર્જાય નાણાંની અછત

આમ તો અત્યારે ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષના જણાવ્યાં મુજબ, નવરાત્રિના દિવસોમાં અમુક વસ્તુઓ એવી છે, જેને ઘરે લાવવાથી દેવી માતાનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ મહાલક્ષ્મીની કૃપા થાય છે અને ક્યારેય પણ નાણાંની અછત થતી નથી.

તુલસીનો છોડ

આમ તો મોટાભાગના હિન્દુ પરિવારોના ઘરમાં તુલસીનો છોડ હોય છે. પરંતુ જો તુલસીનો છોડ નથી તો નવરાત્રિના દિવસોમાં તેને ઘર પર લાવો. તુલસીના છોડની સારી રીતે સારસંભાળ રાખો. તુલસી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને નાણાંની ક્યારેય અછત થતી નથી.

કેળાનો છોડ

કેળાનો છોડ લાવવાથી તમારા  પરિવારની દરેક સમસ્યા દૂર થશે. કોઈ પણ શુભ મૂહૂર્તમાં આ છોડને ઘરે લાવી શકો છો. તેને વાસણમાં રાખી 9 દિવસ સુધી પાણી ચઢાવો. ગુરૂવારના દિવસે પાણીમાં થોડુ દૂધ મિલાવી કેળાના છોડ પર ચઢાવવાથી નાણાંની સમસ્યા દૂર થશે અને લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થશે.

હરસિંગારનો છોડ

નવરાત્રિના દિવસમાં જો તમે હરસિંગારનો છોડ લાવો છો, તો તેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે. હરસિંગારના બાંદેને તમે ઘરમાં લાલ કપડામાં બાંધી એવા સ્થાને રાખો જ્યાં તમારા નાણાં રાખવામાં આવે છે. આમ કરવાથી નાણામાં વધારો થશે.

વડના પાન

નવરાત્રિ દરમ્યાન કોઈ પણ વડનું પાન તોડીને તેને ગંગાજળથી ધોઈ નાખો. ત્યારબાદ તેની પર હળદર અને દેશી ઘીથી સ્વાસ્તિક બનાવી લો. આ પાનને પૂજાના સ્થાન પર રાખો. 9 દિવસ સુધી તેને અગરબતી કરો અને પૂજા કરો. આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થઇ જશે. લાલ કપડાંમાં લપેટીને તેને આખુ વર્ષ પૂજાના સ્થાને રાખવાથી નાણાંની અછત ક્યારેય થશે નહીં.

ધતૂરો

ભગવાન શિવને પ્રિય ધતૂરાનો પ્રયોગ માતા કાળીની પૂજામાં થાય છે. નવરાત્રિમાં તમે સારા મુહૂર્તમાં ધતૂરાને ઘરમાં લાવો. તેને લાલ કપડાંમાં લપેટીને રાખો. માતા કાળીના મંત્રજાપ કરી તેનુ પૂજન કરો. આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થશે.

શંખપુષ્પી

નવરાત્રિમાં શંખપુષ્પીને ઘરમાં લાવો. તેને ચાંદીના ડબ્બામાં રાખી તમે એવી જગ્યાએ રાખો. જ્યાં તમે પૈસા રાખો છો. આમ કરવાથી તમને નાણાં સંબંધી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ma Durga Ma Durga Pooja Money Navratri 2021 navratri 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ