બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / Sharad Pawar NCP passes the order of removal of praful patel and sunil tankare
ADVERTISEMENT
NCPનાં નેતા અજિત પવારે બળવો કરીને 18 ધારાસભ્યોની સાથે શિંદે સરકાર સાથે જોડાવાનો નિર્ણય કર્યો.હવે મહારાષ્ટ્રનાં રાજકારણમાં ફરી એક મોટું વંટોળ આવ્યું છે. NCP શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી નિકાળી દીધાં છે. એટલું જ નહીં કુલ 9 ધારાસભ્યોને પણ અયોગ્ય ઠેરવવામાં આવ્યાં છે. જે બાદ પ્રફુલ્લ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
राष्ट्रवादी काँग्रेस पक्षाच्या मुंबई विभागीय कार्याध्यक्ष पदी श्रीमती राखी जाधव यांची यापूर्वीच नियुक्ती करण्यात आली असून त्यांच्यावर आजपासून मुंबई विभागातील सर्व ६ जिल्ह्याच्या संघटनेची जबाबदारी सोपविण्यात येत आहे.@JadhavRakhee pic.twitter.com/KYhhk38Kxb
— NCP (@NCPspeaks) July 3, 2023
ADVERTISEMENT
9 ધારાસભ્યોને અયોગ્ય કરાર
NCPની સમિતિએ અજિત પવાર સહિત કુલ 9 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. આ તમામ ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિયો કરવાનાં આરોપમાં અયોગ્ય કરાર કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
શરદ પવારનાં નિર્ણયો એ NCPનાં નિર્ણયો નથી- પ્રફુલ્લ પટેલ
તેમણે શરદ પવારનાં નિર્ણયને લઈને કહ્યું કે શરદ પવારનાં નિર્ણયો એ NCPનાં નિર્ણયો નથી. આપણે તેના પર ધ્યાન ન આપવું જોઈએ. અજિત પવાર NCPનાં જ નેતા રહેશે. તેમને સત્તાવાર ચૂંટવામાં આવ્યાં છે. અનિલ પાટિલ પણ પોતાના પદ પર જ રહેશે. તેમણે કહ્યું કે કોઈપણ ધારાસભ્યને અયોગ્ય ઠેરવવું એ પાર્ટી કે ચૂંટણી આયોગ ન કરી શકે. આ કામ માત્ર વિધાનસભા સ્પીકર જ કરી શકે છે.
I, as the National President, Nationalist Congress Party hereby order removal of the names of Shri Sunil Tatkare and Shri Praful Patel from the Register of Members of NCP Party for anti-party activities.@praful_patel @SunilTatkare
— Sharad Pawar (@PawarSpeaks) July 3, 2023
ADVERTISEMENT
અમે NCP માટે મોટા નિર્ણયો લીધાં છે...
NCPથી છૂટ્યાં બાદ પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમે અજિત પવારનાં નેતૃત્વમાં સરકારમાં શામેલ થયાં હતાં. અમે NCP તરીકે કેટલાક નિર્ણયો લીધાં હતાં જે વિશે અમે મહારાષ્ટ્રનાં લોકોને જણાવવા ઈચ્છીએ છીએ. અમે પાર્ટી માટે મોટા સ્તર પર નિર્ણય લીધાં છે. સત્તાવાર ધોરણે NCPએ મને કાર્યકારી પ્રમુખનું પદ આપ્યું હતું. આ પદ પહેલાં મને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
અજિતે ડેપ્યુટી CMનાં પદ માટે ગઈકાલે શપથ લઈ લીધી અને એ સાથે જ 9 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં જોડાઈ ગયાં. જો કે આ બાદ NCPનાં આ મોટા નિર્ણયે મહારાષ્ટ્ર રાજકારણને હચમચાવી નાખ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.