બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shankersinh Vaghela will his own separate party before the gujarat elections

BIG BREAKING / ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર, ચૂંટણી પહેલા 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' સાથે શંકરસિંહ બાપુ થશે સક્રિય

Dhruv

Last Updated: 02:51 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીથી એક્ટિવ થશે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર
  • ચૂંટણી પહેલા ફરી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સક્રિય
  • ચૂંટણી પહેલા શંકરસિંહ 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' લઈને આવશે

શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવશે. વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' લઈને આવશે. થોડા જ દિવસોમાં  શંકરસિંહ વાઘેલા પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. મહત્વનું છે કે, 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ 'જન વિકલ્પ'ના નામે પાર્ટી ઉભી કરી હતી. ત્યારે હવે એકવાર ફરી 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવશે.

અગાઉ કોંગ્રેસમાં જોડાવવા અંગેના બાપુએ સંકેત આપ્યા હતા

જોકે શંકરસિંહ બાપુએ 3 સપ્તાહ અગાઉ પોતાના સમર્થકો સાથે પોતાના નિવાસ્થાને મહત્વની બેઠક કરી હતી. શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવાસસ્થાને તેમના ટેકેદારો સાથેની એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શંકરસિંહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવા પ્રકારની કામગ્રીરી કરવી તે મામલે ચર્ચા કરી હતી. આ બેઠક દરમ્યાન કોંગ્રેસમાં જોડાવવા અંગે તેમજ ગુજરાતના લઠ્ઠાકાંડ અંગે તેઓએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

અગાઉ કહ્યું હતું કે, 'હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે'

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે.' એટલે કે એ સમયે શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેતો આપ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા, પરંતુ તેઓએ જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાનું વચન આપે તો તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી તેમને શરત મૂકી હતી.

ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં સતત ગરમાવો

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આગામી ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ છે. ત્યારે બીજી તરફ હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય થયા છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે બાપુએ ફરીથી એક નવી પાર્ટી સાથે રાજકારણમાં આવવા માટેના સંકેત આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ