બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shankarsinh Vaghela's statement on joining BJP

મોટું નિવેદન / ગુજરાતીઓ મફતિયું લેનારા નથી: ફ્રીના વાયદા પર શંકરસિંહ બાપુના પ્રહાર, કોંગ્રેસમાં જોડાવવા અંગે પણ આપ્યા સંકેત

Malay

Last Updated: 04:40 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા મામલે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે.

  • ભાજપમાં જવા મુદ્દે શંકરસિંહ વાઘેલાનું નિવેદન
  • હું ભાજપમાં નથી જવાનોઃ શંકરસિંહ
  • યોગ્ય સમયે હું જાહેરાત કરીશઃ શંકરસિંહ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં એક્ટિવ થયા છે. અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ આ મુદ્દો શાંત પડી ગયો હતો. આ દરમિયાન એકવાર ફરી શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં ભળી જવાની અટકળો તેજ થઇ છે. 

ભાજપમાં જવા મુદ્દે શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન
ત્યારે મહેસાણા ખાતે અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા દ્વારા સાક્ષી હુંકાર મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોગ્રેસના નેતાઓની સાથે સ્ટેજ પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોવા મળ્યા હતા. સ્ટેજ પર અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા સહિત સી. જે. ચાવડા, ચંદનજી ઠાકોર, રઘુભાઈ રબારી જોવા મળ્યાં હતા. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં જોડાવા અંગે મોટું નિવેદન આપ્યું હતું. 

મારી આ અંગે કોંગ્રેસના મિત્રો સાથે વાતચીત ચાલી રહી છેઃ વાઘેલા
પત્રકારો દ્વારા જ્યારે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં ઘરવાપસી અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, 'થોડા દિવસ અગાઉ મેં અને અર્જુનભાઈએ એક પ્રેસ કોન્ફરન્સ ગોઠવી હતી, જેમાં મેં જણાવ્યું હતું કે મારી આ અંગે કોંગ્રેસના મિત્રો સાથે વાતચીત ચાલી રહી છે, ફોર્માલિટી પૂર્ણ થશે ત્યારે યોગ્ય સમયે આની પણ જાહેરાત થશે.' 

હું ભાજપમાં નથી જવાનોઃ શંકરસિંહ
ભાજપમાં જોડાવાને લઈને શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, 'હું ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નથી, એટલે તમે માનીને ચાલો કે બીજુ કંઈ નથી. યોગ્ય સમયે કોંગ્રેસ ઉપર જ નિર્ણય થશે. મારે કોંગ્રેસ પાસેથી કંઈ લેવાનું નથી પણ દેવાનું છે. એના માટે જે કંઈ કરવું પડે તેની મારી પૂરી તૈયારી છે.'

ગુજરાત સ્વમાનવાળુ રાજ્ય છેઃ શંકરસિંહ
ફ્રીના વાયદા પર શંકરસિંહે જણાવ્યું કે, 'ગુજરાત ભીખારી નથી, સ્વમાનવાળુ રાજ્ય છે. વીજળી-પાણી ભૂતકાળમાં મફત વગર જાહેરાતે આપેલા છે. આજની સરકાર કરોડોની જાહેરાત જ્યારે આપે છે, એના બદલે જે લોકો આંદોલન કરે છે, તેમને સગવડ આપોને.'

આપને જણાવી દઈએ કે, અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેતો આપ્યા હતા. તેમણે આ અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, 'હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ