બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shankarsinh Vaghela was the first to reach the crematorium

શ્રદ્ધાંજલિ / સ્મશાનમાં સૌથી પહેલા પહોંચ્યા હતા શંકરસિંહ વાઘેલા, PM મોદીને જુઓ કઈ રીતે પાઠવી સાંત્વના

Priyakant

Last Updated: 11:30 AM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્મશાનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સૌથી પહેલા પહોંચી ગયા બાદ હીરાબાનો પાર્થિવ દેહ આવતાની સાથે જ PM મોદીને.....

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન
  • સ્મશાનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સૌથી પહેલા પહોંચી ગયા 
  • પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ PM મોદીને સાંત્વના આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું. વિગતો મુજબ આજે સ્મશાનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સૌથી પહેલા પહોંચી ગયા હતા.  

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ PM મોદીના ખભે હાથ મૂક્યો અને....... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું શુક્રવારે વહેલી સવારે 100 વર્ષની વયે અવસાન થયું. હીરાબેનને બુધવારે સવારે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અમદાવાદની 'યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર'માં દાખલ કરવામાં આવ્યા હતા. આ તરફ આજે સ્મશાનમાં સૌથી પહેલા શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. જ્યાં હીરાબાના પાર્થિવ દેહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે PM મોદીના ખભે હાથ મૂકી સાંત્વના આપી હતી. 

નોંધનીય છે કે, હોસ્પિટલે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે, "હીરાબેન મોદીનું 30 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું." વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને તેમના અંતિમ દિવસો વિતાવ્યા હતા. અહીં હોસ્પિટલ. માતાને મળી હતી. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યો. હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા. તેમને હીરા બા પણ કહેવામાં આવે છે.

ગાંધીનગરના સેક્ટર 30માં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. જ્યાં પીએમ મોદી સહિત તેમના ભાઈ અને પરિવારના અમુક લોકો હાજર રહ્યા હતા. તો વળી માતા હીરાબેનના નિધન પર ગમગીન લોકોને મોદી પરિવારે અપીલ કરતા કહ્યું છે કે, આ કપરા સમયમાં અમે આપની પ્રાર્થના માટે આભારી છીએ. મોદી પરિવાર તરફથી કહેવાયુ છે કે, આપ સૌને અમારી વિનંતી છે કે, હીરાબાના આત્માના પોતાની યાદોમાં રાખો અને પોતાના તમામ કામ અને કાર્યક્રમ નિશ્ચિત સમયે પુરા કરો. આ જ હીરાબેન માટે સાચ્ચી શ્રદ્ધાંજલિ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ