બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Shankarsinh Vaghela held a press conference today regarding the G23 of the disgruntled Congress leader

ચાબખા / VIDEO: શંકરસિંહ બાપુ કોંગ્રેસ પર બગડ્યા, રાહુલ ગાંધી અને પ્રિયંકાના પાર્ટીમાં રોલને લઈ કાઢી મનની ભડાસ

Vishnu

Last Updated: 04:08 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે થયેલી કોંગ્રેસના અસંતુષ્ટ નેતાની બેઠક G 23ને લઈને શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ કરી હતી

  • ગુજરાતમાં ભાજપ ને હરાવવી જરૂરી: શંકરસિંહ વાઘેલા
  • 'ભાજપને માત્ર 2 મહિનામાં હરાવી શકાય એમ છે'
  • '2022 માં બધા સાથે મળીને ચૂંટણી લડે તો પરિણામ શક્ય છે '

ગુજરાતીમાં કહેવત છે 'પ્રીત ખાંડાની ધાર' આ ઉક્તિ ગુજરાતની રાજનીતિના બાપુ ઉર્ફ શંકરસિંહ વાઘેલા માટે,વર્તમાન સમયમાં એકદમ ફિટ બેસે છે. 2017થી શંકરસિંહ વાઘેલા 'તરણુ' લીધા વગર 'શરણું'શોધે છે. ત્યારે, 82 વર્ષે પણ 28નાં જુવાનીયાને શરમાવે તેવો તરવરાટ દર્શાવી બાપુ કોન્ગ્રેસના દિગ્ગજ 'અસંતુસ્ટ'ની બેઠકમાં દિલ્લી પહોચી ગયાનાં સમાચાર છે. ગુજરાત કોંગ્રેસમાં એક સમયે જેમના નામની તૂતી બોલતી હતી, અને કેન્દ્રમાં અહેમદ પટેલ બાદ 'પડ્યો બોલ' ઝીલાતો હતો, તેવા શંકરસિંહ આજે કોંગ્રેસના ધૂર્ત વિરોધી દળની બેઠકમાં પહોચતા નવી ચર્ચા જાગી છે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતા એટલે  G23ની બેઠકને લઈને શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ કરી હતી જેમાં કોંગ્રેસ પાર્ટીની કમાન સંભાળનાર અને તેમને સલાહ આપનાર નેતાઓને આડેહાથ લીધા હતા.

UP ચૂંટણીમાં હારને લઈ પ્રિયંકા ગાંધી વાડ્રા પર કસ્યો તંજ
શંકર સિંહ વાઘેલાએ પ્રિયંકા ગાંધી વાડ્રા પર પ્રહાર કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં મહામંત્રી બનાવીને મોકલવામાં આવ્યા પણ તે મિસફાયર થયું. કોંગ્રેસ પાર્ટીના હાઇકમાન્ડને યોગ્ય માહિતી આપનાર કોઈ નથી. અમે કોઈ એન્ટિ-કોંગ્રેસ નથી, સોનિયાજી અને રાહુલજી પ્રત્યે માન-સન્માન છે.

પંજાબમાં ચાલુ રેસે ઘોડા બદલ્યાએ રાહુલ ગાંધીની મોટી ભૂલ: શંકરસિંહ વાઘેલા
મધ્ય પ્રદેશની સરકાર જતી રહી, રાજસ્થાનમાં માંડ માંડ બચી, આ બધુ કોંગ્રેસમાં ચાલી રહ્યું છે એટલે જ બધા નેતાઓ ભેગા થઈને કહી રહ્યા છે કે અમારું સાંભળો, ચાલુ રેસમાં ઘોડા બદલવાના ના હોય આવું કોઈએ રાહુલ ગાંધીને સમજાવ્યું હોત તો પંજાબમાં આવી હાલત ન થઈ હોત. રાહુલ ગાંધીના એડવાઇઝર તેમને સમજાવે છે રાજકારણ ફૂલટાઈમ જોબ છે, અને તેમાં પર્સનલ લાઈફ નથી હોતી. પંજાબ જેવુ આટલું સારું રાજ્ય હતું, રાજકારણમાં કોઈ પણ જુનિયરને પણ ખબર છે કે ચાલુ સરકારમાં છ મહિના પહેલા મુખ્યમંત્રી ન બદલવાના હોય, હોમવર્કના અભાવના કારણે સરકાર જતી રહી. 

કોંગ્રેસમાં તો કઈ કામ જ નથી ખબર જ નથી કે શું કરવું: શંકરસિંહ વાઘેલા
આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી આવી રહી છે. ત્યારે શંકરસિંહ હુંકાર ભર્યો હતો કે  ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણી આવવાની છે ત્યારે કોંગ્રેસના G-23 નેતાઓ ચિંતિત છે. ગુજરાતમાં કોંગ્રેસ નબળી છે એટલે જ ભાજપ મજબૂત છે. ભારતીય જનતા પાર્ટી પાસે આટલો મસલ પાવર અને મની પાવર હોવા છતાં તે પોતાની ટીમને એક દિવસ બેસવા નથી દેતી, બીજી તરફ કોંગ્રેસમાં તો કઈ કામ જ નથી ખબર જ નથી કે શું કરવું. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાં લીડરશીપ ક્રાઇસીસ છે, કોઈ લીડર જ નથી, એટલે જ મારા પર પણ દબાણ છે. 

'2022 ચૂંટણી માં હું ભાજપ વિરોધી ગ્રૂપ માં હોઇશ'
ગુજરાતમાં બે જ મહિનામાં ભાજપને હરાવી શકાય છે. 2022 માં બધા સાથે મળીને ચૂંટણી લડે તો પરિણામ શક્ય છે વધુમાં 2022માં શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી બનાવશે કે નહીં તે મુદ્દે ખુલાસો કરતાં કહ્યું અત્યારે કઈ કહી શકાય નહીં.2022 ચૂંટણી માં હું ભાજપ વિરોધી ગ્રૂપ માં હોઇશ. 

શંકરસિંહ વાઘેલાની પત્રકાર પરિષદ

  • કોંગ્રેસ G.23ની બેઠક અંગે શંકરસિંહની પ્રતિક્રિયા
  • કાલ હુ ગુલામનબી આઝાદના નિવાસસ્થાને ઉપસ્થિત હતો
  • ગાંધીજી ના સમયથી લોકશાહી પદ્ધતિ થી કોંગ્રેસમાં ચર્ચા થાય
  • કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ સાથે બેઠક કરી હતી
  • રાહુલ ગાંધી માં જનરેશન ગેપ ની સમશ્યા રહી છે 
  • સોનિયા ગાંધીએ અત્યાર સુધી પાર્ટીને સારી રીતે ચલાવી
  •  ઇન્દિરા, રાજીવ ગાંધી અને સોનિયાજી સુધી સેક્રેફાઇઝ કર્યા છે
  • અહમદ પટેલ ગાંધી પરિવાર અને કોંગ્રેસના આવરણ તરીકે સંભાળ્યું હતું 
  • હવે ગાંધી પરિવાર પાસે અહમદ પટેલ જેવા ઓપિનિયન મેકર વ્યક્તિનો અભાવ 
  • અહમદ પટેલ હોત તો કોંગ્રેસમાં જી 23 જેવું કંઈ જ ના હોત
  • રાહુલ ગાંધી સાથે મારા ખુબ સારા સંબધ છે
  • પ્રિંયકા ગાંધી ઉ,પ્રદેશમાં જવાબદારી સોંપી તે એક ભુલ છે
  • કેપ્ટન અમરિંદરને પણ બદલવાનો પણ એક મોટી
  • રાહુલ -પ્રિયંકા જોડે કોઇ સારા સલાહકાર નથી
  • કોંગ્રેસ ભેદભાવની રાજનીતિ નથી કરતી 

ગઈ કાલે દિલ્હીમાં G-23ની બેઠકમાં લીધો હતો ભાગ
પંજાબમાં સતા ગુમાવ્યા બાદ કોન્ગ્રેસના  અસંતુસ્ટ' ફરીથી ચર્ચામાં આવ્યા છે. ગત સપાહે ગુલામનબી આઝાદના ઘરે યોજાયેલી એક બેઠકમાં મનીષ તિવારી અને કપિલ સિબ્બલ જોડાયા હતા. આ ત્રણેય નેતાઓ કોંગ્રેસનાં અસંતુસ્ટ G-23નો ભાગ છે. કહેવાય છે કે, આ જૂથ ફરી એકવાર તત્કાલ બેઠક બોલાવીને પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટેની માગણી કરી શકે છે. ગઈકાલે ફરી મળેલી બેઠકમાં  શંકરસિંહની હાજરીથી અનેક તર્ક વિતર્ક શરુ થયા છે. 

બેઠકમાં કયા-કયા નેતાઓ હતા?

  • કપિલ સિબ્બલ
  • આનંદ શર્મા
  • મનીષ તિવારી
  • શશિ થરૂર
  • અખિલેશ પ્રસાદ
  • ભૂપેન્દરસિંહ હુડ્ડા 
  • પૃથ્વીરાજ ચૌહાણ
  • પી.જે.કુરિયન
  • રાજ બબ્બર
  • અખિલેશ પ્રતાપ સિંહ

પહેલીવાર બેઠકમાં કોણ આવ્યા?

  • શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી
  • પરણીત કૌર, કેપ્ટન અમરિંદરસિંહના પત્ની
  • મણિશંકર ઐય્યર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા

હાલમાં શંકરસિંહ વાઘેલા ન ઘરના ના ઘાટના
શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, ગુજરાતમાં પોતાની પાર્ટી રાજપાના 'ટનાટન' પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના કપડા મંત્રી રહી ચુક્યા છે. 2017 માં સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહેમદ પટેલ સાથે કથિત વાંધો પડતા બાપુએ કોંગ્રેસ છોડી,પણ એ પહેલા તેમના કથિત જૂથના ધારાસભ્યોને પાર્ટીમાંથી 'રવાના ' કરાવ્યા. પોતાના જન્મદિવસે જ બાપુએ મોટું એલાન કરી કોંગ્રેસ છોડી . રાજ્ય સભાની ચૂંટણી વેળા,  ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા. બાપુએ વિધાનસભા ચૂંટણી વેળા 'જન વિકલ્પ'મોરચો રચ્યો. પણ તેમાંથી પોતાના પુત્ર મહેન્દ્રસિંહને ચૂંટણી નાં લડાવી. પાછળથી મહેન્દ્રસિંહ  ( કદાચ પખવાડીયા પુરતા જ ) ભાજપમાં આવ્યા. શંકરસિંહને ભાજપમાં લાભ જોવા મળ્યો, પણ પછી સ્થિતિ પારખી પારોઠના પગલા ભર્યા. 

શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય
ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસનાં  અધ્યક્ષ અને પ્રભારીની વરની પહેલા 'શંકરસિંહ આવે છે', તેવા બ્યુગલ સંભળાયા. બાપુ પણ કોઈ શર વગર કોંગ્રેસમાં જોડવા તૈયાર હતા, પણ દિલ્લીમાં ક્યાંક બે વહેતનું છેટું પડ્યું. હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 આવી રહી છે ત્યારે બાપુ પાછા સક્રિય બન્યા છે. પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીના અસંતુસ્ટ સાથે. 

પહેલી વાર ક્યારે ચર્ચામાં આવ્યો G-23
ઓગસ્ટ -2020 માં આ જૂથ પહેલીવાર ચર્ચામાં આવ્યુ. એ વખતે આ સમૂહ કોન્ગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી પૂર્ણ સમયના અધ્યક્ષ બનાવવા અને સગઠનમાં તળિયાથી નળિયા સુધીના બદલાવની માંગ કરી હતી. આમાં 23 નેતાઓના હસ્તાક્ષર હતા. એટલે આ જૂથને G-23 નામ અપાયું હતું  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ