બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shankarsinh Vaghela and Arjun Modhwadia in court in Vipul Chaudhary case

મહેસાણા / વિપુલ ચૌધરી કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ કોર્ટમાં આપી જુબાની, ભલામણ કર્યાનું સ્વીકાર્યું, જાણો કેસ

Kishor

Last Updated: 05:11 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડમાં જેલ હવાલે રહેલા વિપુલ ચૌધરીના કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ કોર્ટમાં જુબાની આપી હતી.

  • દૂધસાગર ડેરીમાં ગેરરીતિના કેસનો મામલો
  • શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ કોર્ટમાં આપી જુબાની
  • પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની હાઇકોર્ટમાં જામીન અરજી 

વર્ષ- 2013માં મહારાષ્ટ્રમાં રૂ.22.50 કરોડના ખર્ચે સાગરદાણ મોકલવાનો દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સામે કેસ થયો હતો. જે કેસ ચાલી જતાં મહેસાણા દૂધસાગર ડેરીના તત્કાલિન ચેરમેન વિપુલ ચૌધરીના સાગરદાણ કૌભાંડમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા આજે મહેસાણા કોર્ટમાં હાજર થયા હતા. આ બન્ને નેતાઓને મહેસાણા કોર્ટે જુબાની આપવા સમન્સ મોકલ્યું હતું. આ સમન્સના પગલે આજે બન્ને નેતાઓ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા તરીકે અને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે વિપુલ ચૌધરી માટે ભલામણ પત્ર લખ્યો હતો. જેમાં વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને બહોળો અનુભવ,સરકારી સિસ્ટમ અને લાયક  હોવાના પગલે ભલામણ કરી હોવાની તેમણે કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. 

સમન્સના પગલે આજે બન્ને નેતાઓ કોર્ટ સમક્ષ હાજર થયા 
આ દરમિયાન શંકરસિંહ વાઘેલાની કોર્ટમાં પુછપરછ કરાઇ હતી. જેમાં સરકારી વકિલના તમે વિપુલ ચૌધરીને ઓળખો છો ? પ્રશ્નના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારથી એટલે કે 2013થી હું વિપુલ ચૌધરીને ઓળખું છું. વધુમાં વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા પત્ર લખ્યો હતો ? તેવા વકીલના સવાલને લઇને હા, 20 જુલાઈ 2013ના રોજ મેં પત્ર લખ્યો હતો. પત્ર મેં જ લખ્યો છે અને તેમાં સહી પણ મારી છે. તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. 

વિપુલ ચૌધરીના વકિલને આપ્યા જવાબો 
વિપુલ ચૌધરીના વકિલે ઉમેર્યું હતું કે વિપુલ ચૌધરી લાયક હતા એટલે તમે પત્ર લખ્યો હતો ? ત્યારે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મેં સિસ્ટમના ભાગરૂપે પત્ર લખ્યો હતો ? અગાઉ પોલીસે આ બાબતે કોઈ નિવેદન માટે બોલાવ્યા હતા ? તેવા વિપુલ ચૌધરીના વકિલના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ના, મને કોઈ પોલીસ અધિકારીએ આ બબાતે બોલાવ્યા નથી. પશુદાણ મહારાષ્ટ્રમાં મોકલ્યું તેની તમને કેવી રીતે જાણ થઈ ? તેમ વકીલે પ્રશ્ન કર્યો હતો ત્યારે શંકરસિંહ વાઘેલાએ જવાબ આપ્યો હતો કે મને છાપાના માધ્યમથી જાણ થઈ. એક પ્રથા છે, જ્યાં દુકાળ પડે ત્યાં મદદ કરવી. 
 
સાક્ષી હુંકાર સંમેલનમાં રહ્યા હાજર
કોર્ટમાં હાજરી આપ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસનેતા અર્જુન મોઢવાડિયાએ મહેસાણામાં અર્બદાભવનમાં `સાક્ષી હુંકાર' સંમેલનમાં હાજર રહ્યા હતા. જ્યાં આગેવાનોએ વિપુલ ચૌધરીની કાયદાકીય લડાઈમાં સહકાર આપવાનું આહવાન કર્યું હતું. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હાલ સાગરદાણ કૌભાંડમાં કસ્ટડીમાં છે. વિપુલ ચૌધરીએ અગાઉ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે ફગાવી દઇ કોર્ટે ઝટકો આપ્યા બાદ  વિપુલ ચૌધરીએ જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ