બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shami, who once did not get a place in the playing 11, today made it to the finals of Team India with his own efforts

World Cup 2023 / જે શમીને એક સમયે પ્લેઇંગ 11માં નહોતી મળતી જગ્યા, આજે તેની જ મહેનતથી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં! સ્ટ્રગલ જાણીને ભાવુક થઈ જશો

Megha

Last Updated: 10:25 AM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં શમીએ પોતાની ઘાતક બોલિંગથી ટીમ ઈન્ડિયા માટે વાપસી કરી હતી અને જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

  • ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી 
  • શમી પ્રથમ ચાર મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો 
  • મોહમ્મદ શમીએ વર્લ્ડ કપની 6 મેચમાં સૌથી વધુ 23 વિકેટ લીધી

મોહમ્મદ શમી ભારતને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં લઈ જવા માટે સૌથી મજબૂત હથિયાર સાબિત થયો છે. શમીએ ન્યૂઝીલેન્ડ સામે મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી સેમીફાઈનલમાં 7 વિકેટ ઝડપી હતી. 2023 વર્લ્ડ કપમાં શમીની આ ત્રીજી વખત 5 કે તેથી વધુ વિકેટ હતી. આ એ જ મોહમ્મદ શમી છે, જે ટૂર્નામેન્ટની પ્રથમ ચાર મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. 

શમીએ જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું
ગઈકાલે ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં શમીએ પોતાની ઘાતક બોલિંગથી ટીમ ઈન્ડિયા માટે વાપસી કરી હતી અને જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 397 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે શમીએ ન્યૂઝીલેન્ડને પ્રથમ બે ઝટકા આપ્યા હતા. કિવી ટીમે 7.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ડેરીલ મિશેલે પોતાના પગ જમાવ્યા અને ત્રીજી વિકેટ માટે 181 રનની ભાગીદારી કરી હતી. 

મેચમાં કુલ 7 વિકેટ લીધી 
આ ભાગીદારીએ ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકવાની શરૂઆત કરી હતી પણ ફરી એકવાર શમીએ વિકેટ લઈને ભારતને મેચમાં પરત લાવ્યું. શમીએ 33મી ઓવરમાં એક નહીં પરંતુ 2 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર લાવી દીધું હતું. શમીએ ઓવરના બીજા બોલ પર કેન વિલિયમસન અને ચોથા બોલ પર ટોમ લાથમને આઉટ કર્યો હતો. ત્યારબાદ 46મી ઓવરમાં તેણે સદી ફટકારી ચૂકેલા ડેરિલ મિશેલ (134)ને આઉટ કરીને ભારત માટે વધુ એક વિકેટ લીધી હતી. આ પછી ફરી 49મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. 
 
વર્લ્ડ કપની 6 મેચમાં સૌથી વધુ 23 વિકેટ લીધી
શમીએ ટૂર્નામેન્ટની માત્ર 6 મેચ રમીને સૌથી વધુ વિકેટ લેવાનો તાજ પોતાના નામે કર્યો છે. શમીએ 6 મેચમાં 23 વિકેટ લીધી છે. આ યાદીમાં બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​એડમ ઝમ્પાએ 9 મેચમાં 22 વિકેટ ઝડપી છે. 
નોંધનીય છે કે ભારતીય ઝડપી બોલર શમીએ 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી લીગ સ્ટેજની મેચ દ્વારા વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ મેચ રમી હતી. પહેલી જ મેચમાં શમીએ પોતાનો પંજો ખોલ્યો અને 5/54ની સિદ્ધિ મેળવી. આ પછી, તેણે ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટ લીધી અને શ્રીલંકા સામે ફરી એકવાર (5/18) પોતાનો પંજો ખોલ્યો. ત્યારબાદ આગળ વધીને સાઉથ આફ્રિકા સામે 2 અને આજે ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ