બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:42 AM, 8 June 2023
ADVERTISEMENT
દરેક ઝાડ અને છોડનું પોતાનું અસ્તિત્વ હોય છે. પોતાના વિભિન્ન પ્રભાવોના કારણ છોડના રુપ, રંગ, સુગંધ, ફળ અને ફૂલ દરેક વિભિન્ન ગ્રહોથી જોડાયેલા છે. વાસ્તુ શાસ્ત્રમાં અનેક એવી વસ્તુ જણાવવામાં આવી છે. જેના કરવા અને ના કરવાથી આપણા જીવન પર તેના સકારાત્મક અને નકારાત્મક બંને પ્રભાવ પડે છે. દરેક છોડ અને વૃક્ષ આપણા જીવનમાં આશા અને સુંદરતાની ભાવના લાવે છે. જ્યોતિષો માને છે કે અમુક વૃક્ષ-છોડ આપણા ઘરોમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લઇ શકે છે શમી એક એવુ જ વૃક્ષ છે.
શમીના મૂડનું મહત્વ
શમીના વૃક્ષનું લાકડું યજ્ઞવેદી માટે પવિત્ર માનવામાં આવે છે. જ્યારે શમીનું વૃક્ષ શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો નીલમ પત્થર નથી પહેરી શકતા તેઓ પોતાના હાથમાં શમી મૂળ બાંધી શકે છે. જેનું પરિણામ તે વ્યક્તિને પણ નીલમ સમાન મળશે અને શનિ દોષ, સાદે સતીથી જલ્દી મુક્તિ મળશે. શમીને ગણેશજીનું પ્રિય વૃક્ષ માનવામાં આવે છે. એટલા માટે ભગવાન ગણેશની પૂજામાં શમીના ઝાડના પાંદડા ચઢાવવામાં આવે છે.
ADVERTISEMENT

આ હાથમાં બાંધવુ શમીનું મૂડ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના લોકો પોતાના હાથમાં શમીના મૂળ બાંધી શકે છે. પણ જે લોકોની કુંડળીમાં શનિદેવ શુભ સ્થાનમાં બિરાજમાન હોય તો શમીના મૂળમાં પણ બાંધી શકાય છે. જ્યોતિષ મુજબ, જે વ્યક્તિની કુંડળીમાં શનિની અશુભ અસર હોય તે વ્યક્તિ પોતાના હાથમાં શમીનું મૂળ પણ બાંધી શકે છે. જ્યારે સ્ત્રીઓ તેને ડાબા હાથ પર બાંધી શકે છે, જ્યારે પુરુષો તેને જમણા હાથ પર બાંધી શકે છે.
ADVERTISEMENT
આ વિધિથી ધારણ કરો શમીના મૂડ
જ્યોતિષ મુજબ, શમીના મૂળને ઘરમાં લાવ્યા બાદ સૌથી પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરો. તેને કાળા કપડામાં બાંધો. શમીના ઝાડના મૂળને શનિવારે અથવા શનિ નક્ષત્રના દિવસે સાંજે હાથમાં બાંધી શકાય છે. તેને બાંધ્યા પછી, શનિદેવના બીજ મંત્ર ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: નો 108 વાર જાપ કરો અને પછી તેને બ્રાહ્મણ પાસે બાંધાવી લો.

ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્રનો પ્રયોગ કરી ઘરમાં લગાવો વૃક્ષ
વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ ઘરમાં ફૂલ અને વૃક્ષો વાવવા માટે પણ કરવામાં આવે છે. જ્યારે તમે તમારા ઘરમાં વૃક્ષ વાવો છો ત્યારે છોડનું પણ વાસ્તુ જોવુ જરૂરી છે, કારણ કે વાસ્તુ અનુસાર વૃક્ષો વાવવાની સાથે ઘરની ઉર્જા પણ પ્રભાવિત થાય છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.