બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / shakiman supports carry minati

વિવાદ / કૅરી મિનાટીના સમર્થનમાં 'શક્તિમાન' કહ્યું ટિક-ટોક માત્ર ઘડિયાળમાં સાંભળવું જ ગમે

Published By: Intern

Last Updated: 04:18 PM, 22 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા ફેમસ યુટ્યુબર કૅરી મિનાટીએ ટિકટોકર આમિર સિદ્દીકીને રોસ્ટ કરતો વિડીયો બનાવ્યો હતો. જે બાદ ટિકટોકર્સ અને યુટ્યુબર્સ વચ્ચે સોશિયલ મિડિયા પર મિમ્સ અને કોમેન્ટ્સનો જંગ ખેલાયો હતો. ત્યારે શક્તિમાને કૅરી મિનાટીને સમર્થન આપ્યું હતું.

  • ટિકટોકને લીધે અશ્લીલતા વધતી જાય છે: મુકેશ ખન્ના 
  • કૅરી 10 વર્ષની ઉંમરથી યુટ્યુબ પર સક્રિય છે

મુકેશ ખન્નાએ ટિકટોકની ઘટતી જતી રૅટિંગને જોઇને કહ્યું હતું કે તેઓ ખૂબ ખુશ છે કે ભારતનો યુવા વર્ગ ટિકટોક નામના દુષણથી બચી રહ્યો છે. ટિકટોકનું બંધ થવું ખૂબ જરૂરી છે. આ વિષે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ટિક-ટોક માત્ર ઘડિયાળમાં સાંભળવું ગમે પરંતુ આજનો યુવા વર્ગ થોડાક સમય ફૅમ મેળવવા માટે ગલી મહોલ્લામાં તૂત કરતા નજરે પડે છે તે ખૂબ જ શર્મજનક બાબત છે. ટિકટોક પર વિડીયો બનાવવા એ ફાલતૂ લોકોના કામ છે. ટિકટોકને લીધે અશ્લીલતા વધતી જાય છે. ટિકટોકને બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે જેને લઇને હું ખૂબ ખુશ છુ. 

મુકેશ ખન્ના 

ટિકટોક નામના દુષણથી બચી રહ્યું છે ભારત

ટિકટોકનું રૅટિંગ 4.6 થી ઘટીને 1.6 પર આવી ગયુ છે. જેનું કારણ કૅરી મિનાટીનો વિડીયો છે. કૅરી મિનાટીએ ટિકટોકર આમિર સિદ્દીકીને ખૂબ ટ્રોલ કર્યો હતો અને જેના લીધે કૅરીના વિડીયોને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અંતે કૅરીનો એ વિડીયો યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. સોશિયલ મિડીયા પર યુટ્યુબર્સ VS ટિકટોકર્સ ભારત પાકિસ્તાનના મૅચની જેમ રસપ્રદ બની ગયુ હતુ. 

કૅરી મિનાટીએ કર્યો આમિર સિદ્દીકીને રોસ્ટ 

અજય નાગર AKA કૅરી મિનાટી

કૅરી મિનાટીએ ફરી એક વિડીયો બનાવીને સ્પષ્ટતા કરી હતી કે દરેક વ્યક્તિ પોતપોતાના અઝમ્પશન કરીને વિડીયોને જજ ન કરવો જોઇએ. કૅરી 10 વર્ષની ઉંમરથી યુટ્યુબ પર સક્રિય છે અને આ વિડીયો હટી જતા તેને ખૂબ દુ:ખ થયુ છે. જો આ વિડીયો યુટ્યુબ પરથી ન હટ્યો હોત તો તે ભારતનો પહેલો નોન મ્યૂઝિકલ વિડીયો બન્યો હોત જેને આટલા ઓછા સમયમાં બિલિયન્સમાં વ્યૂઝ મળ્યા હોત. તે વિડીયોએ ઓલરેડી ઘણા બધા રેકોર્ડ તોડી નાંખ્યા હતા. 

આમિર સિદ્દીકીના ભાઇ ફૈઝલ સિદ્દીકી વિરુદ્ધ એસિડ એટેકને પ્રોત્સાહન આપવાની ફરિયાદ પણ નોંધાઇ છે. જેથી મુકેશ ખન્નાએ કહ્યું હતું કે કૅરીના વિડીયોને ડિલિટ કર્યા કરતા એવા વિડીયોને ડિલિટ કરો જે ખરેખર નુકસાનકારક છે. કોરોના બાદ આ બીજી ભયંકર ચાઇનીઝ બિમારી છે જેને ભારતમાંથી બને એટલી જલ્દી દૂર કરી દેવી જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Tiktok YouTube ટિક ટોક યુટ્યુબ સોશિયલ મિડીયા tiktok VS youtube

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ