બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / રણવીર સિંહ OUT, પરંતુ 'ડૉન 3'માં રિએન્ટ્રીને લઇ શાહરૂખ ખાને મૂકી મોટી શરત!
Last Updated: 03:17 PM, 17 January 2026
રણવીર સિંહની ધુરંધરે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મે દુનિયાભરમાંથી 1272 કરોડ રુપિયાથી વધારેનો બિઝનેસ કર્યો છે. ફિલ્મનો બીજો ભાગ 19 માર્ચના રોજ આવશે, જેના ટ્રેલર પર ડાયરેક્ટર આદિત્ય ધરે કામ શરુ કરી દીધુ છે. એક્ટરની અગામી ફિલ્મ પ્રલય હશે, જેમાં તેની સાથે એક્ટ્રેસ કલ્યાણી પ્રિયદર્શન છે.
ADVERTISEMENT
તાજેતરમાં એક્ટરને લઇ જાણકારી મળી છે કે ડોન 3ની જગ્યાએ પ્રલયને પ્રાયોરિટી આપી છે. ફરહાન અખ્તરની ફિલ્મમાંથી તેને બહાર કરી દીધા પછી ઘણા અન્ય કલાકારોના નામ સામે આવ્યા. રિતિક રોશન પણ મુખ્ય ભૂમિકામાં હોવાની અફવા હતી, પરંતુ એવું નહીં થાય. આ દરમિયાન, શાહરૂખ ખાનની એન્ટ્રી અંગે એક અપડેટ મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કિંગ ખાને ફિલ્મમાં એન્ટ્રી માટે એક મોટી શરત મૂકી છે.
પહેલા એવી જાણકારી મળી હતી કે શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન DON 3 માં કેમિયો કરશે. હવે, એવી ખબરો આવી રહી છે કે શાહરૂખ ખાન તેની આઇકોનિક ભૂમિકા સાથે ફ્રેન્ચાઇઝીમાં પાછો ફરે છે. તે આ પ્રતિષ્ઠિત ભૂમિકા ભજવવા માટે પહેલાથી જ સહેમત થઈ ગયો છે.
ADVERTISEMENT

જોકે, ફરહાન અખ્તરના ફિલ્મમાં પાછા ફરવા માટે સુપરસ્ટારની એક શરત છે, તે 1000 કરોડના ડાયરેક્ટરની એન્ટ્રી ઇચ્છે છે. જે ડાયરેક્ટરે શાહરુખ સાથે એક મોટી બ્લોકબસ્ટર આપી હતી.
ADVERTISEMENT
શાહરુખ ખાને શું શરત રાખી ?
મીડિયા રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાને ફરહાન અખ્તર સમક્ષ એક મહત્વપૂર્ણ શરત મૂકી હતી. જે મુજબ, જો જવાનના દિગ્દર્શક એટલીને બોર્ડ પર લેવામાં આવે તો જ તે ફિલ્મમાં પાછો ફરશે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન ફિલ્મનો સ્કેલ વધારવા માંગે છે. સાથે જ દર્શકોમાં વધુ ચર્ચા જગાડવા માટે આના માટે પણ માંગણીઓ થઈ રહી છે.
ADVERTISEMENT

જોકે, હાલમાં મેકર્સ તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હકીકતમાં, આ ફ્રેન્ચાઇઝીની પહેલાની ફિલ્મોમાં શાહરૂખ ખાને અભિનય કામ કર્યુ હતુ. જેણે બધાને ઇમ્પ્રેસ કર્યા છે. પરંતુ જ્યારે ખબર પડી કે રણવીર સિંહ ભાગ 3 માં હશે, ત્યારે ચાહકોએ કિંગ ખાનની વાપસીની માંગ કરી. જોકે, રણવીર સિંહ હવે ફિલ્મ છોડી ચૂક્યો છે.
ADVERTISEMENT
રણવીર સિંહએ કેમ છોડી ફિલ્મ?
તાજેતરમાં જ એવું જાણવા મળ્યું હતું કે ધુરંધરની સફળતા પછી, રણવીર સિંહ પાસે અમુક પ્રાયોરિટી બીજી પણ છે. અભિનેતા હવે સંજય લીલા ભણસાલી, લોકેશ કનાગરાજ અને એટલી જેવા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કરવા માંગે છે. તે ગેંગસ્ટર થીમ આધારિત ફિલ્મનો ભાગ બનવા માંગતો નથી. તે કંઈક નવું ઇચ્છે છે, અને કારણ કે તે પ્રલયનું નિર્માણ કરી રહ્યો છે, તેનું સંપૂર્ણ ધ્યાન તે ફિલ્મ પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.