બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan became the king of the box office, in just 6 days, the film Jaawan made a fortune

તમામ રેકોર્ડ તોડ્યા / શાહરૂખ ખાન બોક્સ ઓફિસનો બાદશાહ બન્યો, માત્ર 7 દિવસમાં જવાન ફિલ્મે કરી છપ્પરફાડ કમાણી

Pravin Joshi

Last Updated: 12:13 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના નામ પર દરરોજ નવા રેકોર્ડ જોડાઈ રહ્યા છે. આ ફિલ્મે કમાણીના મામલે ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે 6 દિવસમાં જોરદાર બિઝનેસ કર્યો છે. ચાલો જાણીએ આ ફિલ્મ સાતમા દિવસે કેટલી કમાણી કરી છે.

  • શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર તોડ્યા રેકોર્ડ
  • દુનિયાભરમાંથી 6 દિવસમાં 621.12 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો
  • શાહરૂખ ખાને આ ફિલ્મ દ્વારા ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા 

જવાન, જવાન અને માત્ર જવાન.. હાલમાં આ ફિલ્મનું નામ દરેકના હોઠ પર છે. બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાને આ ફિલ્મ દ્વારા સિનેમાના પડદાની સાથે સાથે બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી છે. 7 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે જ 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે વિશ્વભરમાં આ આંકડો 100 કરોડને પાર કરી ગયો હતો. ફિલ્મ રિલીઝ થયાને 7 દિવસ થઈ ગયા છે અને કમાણી ચાલુ છે. ચાલો જાણીએ આ ફિલ્મ સાતમા દિવસે કેટલી કમાણી કરી શકે છે.

Jawan Collection : શાહરુખ ખાનની આવી દિવાનગી! જવાન ફિલ્મે પહેલા જ દિવસે છાપી  નાંખ્યા 129 કરોડ, તૂટ્યા અનેક રેકોર્ડ | Jawan Collection: Shah Rukh Khan's  Madness! 100 Crores on the ...

કુલ કલેક્શન 366 કરોડ રૂપિયા

છઠ્ઠા દિવસે આ ફિલ્મે તમામ ભાષાઓ સહિત ભારતમાં 26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે બાદ ફિલ્મનું ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન 345.08 કરોડ થઈ ગયું છે. એક રિપોર્ટ અનુસાર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 7માં દિવસે લગભગ 21.50 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. અનુમાન મુજબ જો જવાન 7માં દિવસે 21.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે તો તેનું કુલ કલેક્શન 366 કરોડ રૂપિયા થઈ જશે. આ ફિલ્મ માત્ર આપણા દેશમાં જ નહીં વિદેશમાં પણ અજાયબીઓ કરી રહી છે. ઘરેલુ અને વિદેશી કલેક્શન સહિત રેડ ચિલીઝના જણાવ્યા અનુસાર, જવાને દુનિયાભરમાંથી 6 દિવસમાં 621.12 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

Topic | VTV Gujarati

નવા રેકોર્ડ કર્યા પોતાના નામે

શાહરૂખ ખાને આ ફિલ્મ દ્વારા ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેની રિલીઝના માત્ર ચાર દિવસમાં આ ફિલ્મ વિશ્વભરમાં રૂ. 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ અને સૌથી ઝડપથી રૂ. 500 કરોડની ક્લબમાં સામેલ થવાનો રેકોર્ડ જવાનના નામે જોડાઈ ગયો. આ સિવાય હિન્દીમાં જલદીથી 300 કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થવાનો રેકોર્ડ પણ શાહરૂખની ફિલ્મના નામે થઈ ગયો છે. આ ફિલ્મમાં શાહરૂખની સામે નયનતારા જોવા મળી રહી છે. દીપિકા પણ કેમિયો રોલમાં જોવા મળી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ