બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / sensex falls 793 points closed down at 74244 90 level nifty slips 234 points and closed at 22519 these stocks are in focus
Last Updated: 05:25 PM, 12 April 2024
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજારમાં હંગામો જોવા મળ્યો હતો. આજે કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 793.25 પોઈન્ટ ગગડીને 74244.90ની સપાટીએ બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પણ 234.40 પોઈન્ટ ઘટીને 22519.40ની સપાટીએ બંધ થયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ટ્રેડિંગ સેશન દરમિયાન 0.5 ટકા નબળા પડ્યા હતા. તો નિફ્ટી બેન્ક 422 પોઈન્ટ્સ - 0.86% ઘટીને 48,564.55 પર બંધ થયો હતો.
ADVERTISEMENT

રોકાણકારોની સાવચેતીનો પણ ફાયદો
શેરબજારમાં આજે ચોતરફ ખરીદી જોવા મળી હતી. IT ક્ષેત્રની અગ્રણી TCSના માર્ચ ક્વાર્ટરના ડેટા પહેલા રોકાણકારોની સાવચેતી પણ ભારતીય શેરબજારમાં ઘટાડા ગણાવી શકાય. સમાચાર મુજબ શુક્રવારે તેલ, ગેસ, એફએમસીજી અને ફાર્મા કંપનીઓના શેરમાં વેચાણ જોવા મળ્યું હતું.
ADVERTISEMENT
આ સ્ટોક્સમાં ઉતાર-ચડાવ રહ્યો
ડિવિસ લેબ, બજાજ ઓટો, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા મોટર્સ અને ટીસીએસ નિફ્ટી 50માં ટોચના ગેનર રહ્યાં હતા. જ્યારે નિફ્ટી 50માં સન ફાર્મા, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ, ટાઇટન અને ઓએનજીસી શેરો મોટા પાયા પાછળ રહ્યાં હતા. યુએસ ડૉલર અને 10-વર્ષની ટ્રેઝરી યીલ્ડ શુક્રવારે તેમની પાંચ મહિનાની ટોચની નજીક ટ્રેડ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકાણકારો હવે અપેક્ષા રાખે છે કે ફેડ રેટ કટમાં જૂન પછી વિલંબ કરશે. એવી ચિંતા પણ વધી રહી છે કે યુએસ સેન્ટ્રલ બેંક કોઈ નોંધપાત્ર દરમાં ઘટાડો નહીં કરે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.