બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Sens process started in various districts from today

Lok Sabha Election 2024 / લોકસભા ઉમેદવારો માટે ભાજપનું મહામંથન: આજથી વિવિધ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા શરૂ, શું થશે સાંસદોનું?

Vishal Khamar

Last Updated: 03:45 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024 ની તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ આગામી બે અઠવાડિયામાં ભાજપ 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે તેવી શક્યતાઓ છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદીમાં વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. તે જાહેર થવાની શક્યતાઓ રહેલી છે.

બે દિવસ બાદ દિલ્હી ખાતે મળનારા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ભાજપની ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી શકે છે.  ત્યારે લોકસભા સીટ દીઠ ભાજપ દ્વારા આગામી ટૂંક સમયમાં સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. સેન્સપ્રક્રિયા ક્યારે શરૂ કરવી તેમજ પોલિસી મેટરની ચર્ચાને લઈ આજે કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહાનગર પાલિકાઓનાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ મેયર તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેશે. 

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલુ કરી છે. તેમજ ઉમેદવારોની સેન્સ લેવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે નિકોલ કોઠિયા હોસ્પિટલમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ બેઠકમાં મંત્રી મુળુ બેરા, ભરત બોઘરા અને સંગીતા પાટીલ સેન્સ માટે કોઠિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ અમદાવાદ પૂર્વમાં સાંસદ હસમુખ પટેલ છે. 

 

કાર્યકારણીની બેઠક બાદ ઉમેદવારોના નામની જાહેરાત થશે

રાજ્યસભામાં ટર્મ પૂર્ણ થયેલ બે દિગ્ગજ નેતાઓના લોકસભા લડાવવાનું ભાજપ મોવડી મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જેમાં મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણીમાં નામ નક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ  ચૂંટણી લડશે. ત્યારે આ સિવાયની બેઠકોનાં નામ દિલ્હી ખાતે મળનારી રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક બાદ જાહેર થાય તેવી સંભાવના છે. 

વધુ વાંચોઃ ખેડૂતો આનંદો! રાજ્ય સરકાર ઘઉં, બાજરી અને મકાઇની કરશે ટેકાના ભાવે ખરીદી, જાણો નોંધણી માટેની છેલ્લી તારીખ

નવા ચહેરાઓને સ્થાન મળશે

ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો કબ્જે કરવા માટે કાર્યકરોને આહ્વાન કર્યું છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા પાંચ લાખથી ઓછા માર્જિનથી બેઠકો જીતીને એક નવો રેકોર્ડ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તો બીજી તરફ ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય તો શરૂ કરી દીધા છે. પરંતુ કોને ટિકિટ આપવીએ બાબતે હજુ મોવડી મંડળ અસમંજસ સ્થિતિમાં છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોવડી મંડળ મોટા ભાગના સાંસદોને રિપીટ નહિ કરે તેવું અંદરો અંદર ચર્ચાએ જોર પકડ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ