ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:18 PM, 4 March 2024
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ધારાસભ્ય પદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપશે. ત્યારબાદ અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસમાંથી પણ રાજીનામુ આપશે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસમાં મોટો ભંગાણ પડી રહ્યો છે.
ADVERTISEMENT
આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું હતું ?
ગુજરાત કોગ્રેસને વારંવાર ઝટકા આપનાર સમાચાર મળી રહ્યા છે ત્યારે એક એવા સમાચાર પણ ચર્ચામાં છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ બાબતે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુ કે અર્જૂન મોઢવાડિયા સતત અમારા સંપર્કમાં છે. રાહુલ ગાંધીની યાત્રાને લઈને તેઓ કામ કરી રહ્યા છે. આજે સવારે જ તેમની જોડે વાત કરી હતી
ADVERTISEMENT
આજે આપશે રાજનામું ?
અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે તેવી અટકળો વચ્ચે શંકર ચૌધરી ગાંધીનગર આવવા રવાના થયા છે. બનાસકાંઠાના થરાદ ખાતે હોસ્પિટલનો કાર્યક્રમ હતો તે દરમિયાન એક ફોન આવતા વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર આવવા રવાના થયા છે. અર્જુન મોઢવાડીયા રાજીનામુ આજે આપશે તેવી અટકળો તેજ થઈ છે. ત્યારે શંકર ચૌધરીને આવેલો ફોન અને ગાંધીનગર તરફ જવાનુ કારણ મોઢવાડીયાનું રાજીનામુ હોવાની ચર્ચા ચાલી રહી છે.
વાંચવા જેવું: ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસ તૂટશે! દિગ્ગજ નેતાએ CR પાટીલ સાથે કરી મીટિંગ
ADVERTISEMENT
અંબરીશ ડેર ભાજપમાં જોડાશે
કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે કોંગ્રેસના અંબરીશ ડેર પણ ભાજપમાં ભળી જવાની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ અર્જુન મોઢવાડિયા પણ ભાજપ જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT