બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Congress leader Ambarish Derni CR. Interview between Patil

લોકસભા 2024 / ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસ તૂટશે! દિગ્ગજ નેતાએ CR પાટીલ સાથે કરી મીટિંગ

Vishal Khamar

Last Updated: 02:47 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લાંબા સમયથી કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાવાની અટકળોનો ટૂંક સમયમાં અંત આવવાની શક્યતાઓ છે. કોંગ્રેસ નેતા તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ વચ્ચે અમદાવાદમાં મુલાકાત યોજાઈ છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા ગમે તે સમયે કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં જોડાઈ શકે છે.

કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે હવે ગમે તે સમયે કોંગ્રેસના અંબરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે.  અંબરીશ ડેર ક્યારે ભાજપમાં જોડાશે તે બાબતને લઈ હજુ અસમંજસ સ્થિતિ છે. ભૂતકાળમાં અંબરીશ ડેરે ભાજપનાં કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. તેમજ લોકસભા સમયે એક બાદ એક સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં તેમનાં ટેકેદારો સાથે જોડાશે. 

કોંગ્રેસ બોલી- સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા  ક્રમે, અમાનવીય પ્રથા કેમ હજુ યથાવત | Gujarat has the second highest number  of deaths due ...

કોંગ્રેસ મોવડી મંડળની કામગીરી સામે અનેક સવાલો
કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થતા કોંગ્રેસનાં પ્રદેશનાં નેતાઓ દોડતા થઈ જવા પામ્યા હતા. તેમજ અંબરીશ ડેર સહિત તેમનાં ટેકેદારોનો સંપર્ક કરવાનો શરૂ કર્યો હતો. તેમજ અંબરીશ ડેરને મનાવવા માટે અથાગ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા કોંગ્રેસનાં વધુ એક મજબૂત નેતા કોંગ્રેસ છોડી તેમનાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેને લઈ કોંગ્રેસ મોવડી મંડળની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

આહીર સમાજના નેતા માટે ભાજપમાં જોડાવાનો માર્ગ ખુલશે
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાજપે એક મજબૂત નેતાને ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દેવાનું મૌખિક સૂચનાં પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રાજકીય ગણિતનાં ફેરફારની અમરેલી જીલ્લામાં અસર પડી શકે છે. જેનાથી કોંગ્રેસ નેતા અમરીશ ડેર માટે ભાજપમાં જોડાવાનો માર્ગ મોકળો સાબિત થઈ શકે છે. 

બે દિવસ પહેલા જ ભાજપ દ્વાર ગુજરાતની લોકસભા બેઠકનાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાતની 15 બેઠક પર ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે. જેમાં 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે.  જ્યારે પાંચ ઉમેદવારોના પત્તા કપાયા છે. તો 2 ઉમેદવારો પૂર્વ રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો બે ઉમેદવાર લોકસભાની ચૂંટણી પ્રથમ વખત લડી રહ્યાં છે. 

વધુ વાંચોઃ રાજકોટ બાદ હવે જામનગરમાં દીપડાના આંટાફેરા : આ વિસ્તારના સ્થાનિકોમાં ફફડાટ, વનવિભાગ ઍલર્ટ

કોણ છે અંબરિષ ડેર ?
અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરિષ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ