બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Seeing the young men and women smoking cigarettes, the old man got angry and set the entire cafe on fire

મધ્યપ્રદેશ / યુવક-યુવતીઓને સિગારેટ પીતાં જોઈ વૃદ્ધને આવ્યો ગુસ્સો, આખું કેફે જ સળગાવી માર્યું... ધરપકડ બાદ કર્યો મોટો ખુલાસો

Priyakant

Last Updated: 02:35 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indore News: આરોપીના કહેવા પ્રમાણે તેમણે કાફેને એટલા માટે જ આગ લગાવી દીધી કારણ કે ત્યાં છોકરા-છોકરીઓ સિગારેટ પીતા હતા

  • મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક કેફેમાં આગ લગાવવા બદલ વૃદ્ધની ધરપકડ 
  • આરોપી વૃદ્ધે કેફેમાં આગ લગાવવાની કબૂલાત કરી
  • છોકરા-છોકરીઓ સિગારેટ પીતા હતા તેથી કેફેની આગ લગાવી 

Indore News : મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક કેફેમાં આગ લગાવવા બદલ 70 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, આરોપી વૃદ્ધે કેફેમાં આગ લગાવવાની કબૂલાત કરી છે. ઉપરાંત આમ કરવા પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું છે. આરોપીના કહેવા પ્રમાણે તેમણે કાફેને એટલા માટે જ આગ લગાવી દીધી કારણ કે ત્યાં છોકરા-છોકરીઓ સિગારેટ પીતા હતા.

સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ સમગ્ર ઘટના 
રિપોર્ટ અનુસાર આ ઘટના ઈન્દોરના લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હાલમાં જ અહીં એક કેફેમાં આગ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કેફેની જે તસવીરો સામે આવી છે તેમાં ખરાબ રીતે બળી ગયેલી દુકાન દેખાય છે. જ્યારે કેફેના માલિક શુભમ ચૌધરીએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ જોવા મળ્યો હતો. ફૂટેજમાં એક વૃદ્ધ વ્યક્તિ આગ લગાવીને જતા જોવા મળી રહ્યો છે.

પોલીસે કરી આરોપી વૃદ્ધની ધરપકડ 
આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી લસુડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તરેશ સોનીએ એક ટીમ બનાવી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આરોપીએ જણાવ્યું કે, કેફેની બહાર છોકરા-છોકરીઓ સિગારેટ પીતા હતા, જે તેને પસંદ નહોતું. તેથી તેણે કેફેમાં આગ લગાવી દીધી.

શું કહ્યું ઈન્દોર પોલીસે ?
ઈન્દોરના એડિશનલ ડીસીપી રાજેશ દાંડોટિયાએ જણાવ્યું કે, થોડા દિવસો પહેલા કેફેમાં આગ લાગી હતી. સીસીટીવીના આધારે 70 વર્ષના વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. કેફેમાં છોકરા-છોકરીઓ સિગારેટ પીતા હોવાથી વૃદ્ધે આગ લગાવી હતી. જેના કારણે વૃદ્ધ ગુસ્સામાં હતો. તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર કેફેમાં આગ લાગવાને કારણે અંદાજે 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ