બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Seeing Shardul Thakur's bad fielding, Rohit Sharma got angry, started yealling in the middle of the field, VIDEO VIRAL

ક્રિકેટ / શાર્દુલ ઠાકુરની ખરાબ ફિલ્ડિંગ જોઈને રોહિત શર્મા થયો ગુસ્સે, મેદાન વચ્ચે પાડવા લાગ્યો રાડો

Megha

Last Updated: 03:38 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝને ફક્ત 114 રન પર ઓલઆઉટ કરી દીધું આ દરમિયાન આખી ટીમ ખુશ હતી પણ ત્યારે ભારતના કેપ્ટન રોહિત શર્મા થોડા સમય માટે ગુસ્સો કરતાં જોવા મળ્યો હતો.

  • ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને ફક્ત 114 રન પર ઓલઆઉટ કરી દિધુ
  • રોહિત શર્મા થોડા સમય માટે ગુસ્સો કરતાં જોવા મળ્યો હતો
  • શાર્દુલ ઠાકુર પર બૂમો પાડતો જોવા મળ્યો રોહિત શર્મા

ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપની તૈયારીઓની શાનદાર શરૂઆત થઈ ગઈ છે કારણ કે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે પહેલી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં પહેલી ફિલ્ડિંગ કરતા ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝને ફક્ત 114 રન પર ઓલઆઉટ કરી દિધુ. ત્યાં જ ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટને 5 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. આ દરમિયાન આખી ટીમ ખુશ હતી પણ ત્યારે ભારતના કેપ્ટન રોહિત શર્મા થોડા સમય માટે ગુસ્સો કરતાં જોવા મળ્યો હતો. 

વાત એમ છે કે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સની 19મી ઓવરના છેલ્લા બોલ પર રોહિત શર્મા શાર્દુલ ઠાકુર પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો કારણ કે ઓલરાઉન્ડરની નબળી ફિલ્ડિંગને કારણે યજમાન ટીમે એક વધારાનો રન મેળવી લીધો હતો. આ ઘટના વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 19મી ઓવરની છે. કુલદીપ યાદવના એક બોલ પર કેપ્ટન શે હોપે મિડ-ઓફમાં શોટ ફટકારીને બે રન બનાવ્યા હતા. ફિલ્ડરના અંતરને કારણે આ શોટ પર બે રન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ શાર્દુલ ઠાકુર બોલ પર મોડો પહોંચ્યો હતો અને આ દરમિયાન તે ઘણો આળસુ દેખાઈ રહ્યો હતો. 

શાર્દુલના આ પ્રયાસને જોઈને શાઈ હોપે વધુ એક રન ચોર્યો. પોતાના ખેલાડીના આ પ્રયાસને જોઈને રોહિત શર્મા ખુશ ન થયા અને મેદાનમાં જ તેના પર બૂમો પાડવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વિડિયોમાં રોહિત શાર્દૂલ ઠાકુરને ગુસ્સાભરી નજરે જોઈ રહ્યા હતા.

ભારતીય બોલરોનો કમાલ 
ભારતીય બોલરોએ વેસ્ટઈન્ડિઝના વિરૂદ્ધ પહેલી વનડેમાં કમાલ કરી દીધો છે. ભારતની તરફથી કુલદીપ યાદવે 3 ઓવરમાં 4 વિકેટ મેળવી. ત્યાં જ જાડેજા પણ 3 વિકેટ લેવામાં સફળ રહ્યા.  તેના ઉપરાંત શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી. વેસ્ટઈન્ડિઝની તરફથી સૌથી વધારે રન શાઈ હોપને બનાવ્યા. હોપના બેટથી 43 રન નિકળ્યા. જણાવી દઈએ કે બીજી વનડે 29 જુલાઈ શનિવારના રોજ આ જ સ્થળે રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ