બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / See what time it will start in India and which zodiac signs will be affected

Surya Grahan 2022 / આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણઃ જુઓ ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે અને કઈ રાશિઓ પર થશે તેની અસર

Malay

Last Updated: 08:48 AM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષનું 2022નું છેલ્લું સૂર્યગ્રહણ આજે 25 ઓક્ટોબર 2022ના રોજ લાગવા જઈ રહ્યું છે. ભારતમાં પણ આ સૂર્યગ્રહણને જોઈ શકાશે. સૂર્યગ્રહણનો સૂતકકાળ 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે. જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે સૂર્યગ્રહણ, કઈ રાશિઓ પર પડશે સૂર્યગ્રહણની અસર અને આ દરમિયાન શું કરવું અને શું ન કરવું.

  • આજે વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ
  • ભારતમાં પણ જોઈ શકાશે આ સૂર્યગ્રહણ 
  • આ ત્રણ રાશિઓના જાતકોએ આજે સાચવવું

Surya Grahan 2022: વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ આજે એટલે કે 25 ઓક્ટોબર 2022ના લાગવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણનો સુતકકાળ ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે. ભારતમાં પણ આ સૂર્યગ્રહણને જોઈ શકાશે. જ્યોતિષમાં ગ્રહણને અશુભ ઘટનાઓમાં ગણવામાં આવે છે. આ કારણે ગ્રહણ દરમિયાન શુભ કાર્ય અને પૂજા વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઈ જાય છે, જેના કારણે સૂર્યની શુભતામાં ઘટાડો થઈ જાય છે. ચાલો જાણીએ સૂર્યગ્રહણનો સમય

સૂર્યગ્રહણનો સમય
ભારતમાં આ સૂર્યગ્રહણ બપોરે 2:29 વાગ્યે શરૂ થશે અને લગભગ 4 કલાક અને 3 મિનિટ સુધી ચાલશે. આ વખતે સૂર્યાસ્ત પછી પણ ગ્રહણ હશે. ગ્રહણ સાંજે 6.32 કલાકે સમાપ્ત થશે.

ભારતમાં આ સ્થળોએ દેખાશે સૂર્યગ્રહણ 
આ આંશિક સૂર્યગ્રહણ મુખ્યત્વે યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના કેટલાક ભાગોમાંથી દેખાશે. ભારતમાં આ ગ્રહણ નવી દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, ઉજ્જૈન, વારાણસી, મથુરામાં જોવા મળશે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ સૂર્યગ્રહણને પૂર્વ ભારત સિવાય આખા ભારતમાં જોઈ શકાશે.

અહીં લાઈવ જોઈ શકાશે સૂર્યગ્રહણ 
NASA અને Timeanddate.com બંનેએ સૂર્યગ્રહણ માટે લાઇવ સ્ટ્રીમ લિંક બહાર પાડી છે. આના દ્વારા વિશ્વભરના લોકો આ અદ્ભુત અવકાશી ઘટનાને જોઈ શકશે.

સૂર્યગ્રહણની રાશિઓ પર અસર 
વર્ષના આ છેલ્લા સૂર્યગ્રહણની અસર વિવિધ રાશિઓ પર પડશે. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો પર સૂર્યગ્રહણની ખરાબ અસર જોવા મળશે. કર્ક રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ધનલાભ થશે. કન્યા રાશિના જાતકોને આ સમયગાળામાં નુકસાન થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોને ધનની હાની થવાની સંભાવના છે અને ધન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન લાભ થશે.

સૂર્યગ્રહણનું સુતકકાળ ક્યારથી શરૂ થશે
ભારતમાં આંશિક સૂર્યગ્રહણ લાગવાનું છે જેના લીધે સૂતકકાળ પણ લાગુ પડશે. ધાર્મિક દ્રશ્ટિકોણથી જોઇએ તો સુતક કાળ ક્યારેય પણ શુભ માનવામાં આવતો નથી. આ કાળમાં પુજા-પાઠ વર્જ્ય હોય છે. હિન્દુ પંચાગ અનુસાર 25 ઓક્ટોબરનું સૂર્યગ્રહણ સાંજે 4 વાગ્યાની આસપાસ શરૂ થશે. સુતકકાળ ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા જ શરૂ થાય છે અને આશરે 1.5 કલાક સુધી ચાલે છે. 

સૂર્યગ્રહણ પર શું કરવું અને શું ન કરવું?
- આ દરમિયાન વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાળકો સિવાય તમામ લોકોએ સૂવાનું, ખાવા-પીવાનું ટાળવું જોઈએ. આખા ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ કરીને એક જગ્યાએ બેસવું જોઈએ. સાથે જ બેસીને હનુમાન ચાલીસા વગેરેનો પાઠ પણ કરી શકે છે. તેનાથી ગ્રહણની અસર તેમના પર બિનઅસરકારક રહેશે.

- આકાશમાં થનારી આ ખગોળીય ઘટનાને ક્યારેય નરી આંખે ન જોવી જોઈએ કારણ કે સૂર્યના કિરણો આંખોને નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યગ્રહણને ટેલિસ્કોપથી પણ ન જોવું જોઈએ. આને જોવા માટે ખાસ બનાવેલા ચશ્માનો જ ઉપયોગ કરવો જોઈએ.

- ગ્રહણકાળ દરમિયાન ચાકૂ, છરી જેવી તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં. આ દરમિયાન ખોરાક અને પાણીનું સેવન કરવાનું પણ ટાળો.

- ગ્રહણ દરમિયાન સ્નાન અને પૂજા ન કરો, આ કાર્યોને ગ્રહણકાળમાં શુભ માનવામાં આવતા નથી. આ દરમિયાન તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી શકો છો.


 

સંકળાયેલા મુદ્દાઓ

India SURYAGRAHAN 2022 sutak kaal timing zodiac signs સૂતક કાળ સૂર્ય ગ્રહણ surya grahan 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ