ફેંસ સુરક્ષાકર્મીઓથી બચીને ભારતીય ક્રિકેટર્સના ડ્રેસિંગ રૂમમાં ગુસી ગયા. ફેંસને ડ્રેસિંગ રૂમની નજીક જોઈને સિક્યોરિટી અને MPCAના અધિકારી ગભરાઈ ગયા. ઘટનાની સુચના પોલીસને આપવામાં આવી.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની સુરક્ષામાં ચૂક
ડ્રેસિંગ રૂમમાં ઘૂસી ગયા બે શખ્સ
પોલીસે કરી ધરપકડ
ઈંદૌરમાં શુક્રવારે ત્રીજી ટેસ્ટ વખતે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં 2 ફેંસ ઘુસવાનો મામલો સામે આવ્યો છે. બંન્નેએ ચેતેશ્વર પુજારા સાથે સેલ્ફી પણ લીધી. આ સંપૂર્ણ ઘટના ટેસ્ટના બીજા દિવસ ગુરૂવાર સાંજે ડે મેચ સમાપ્ત થયાના થોડા સમય પહેલાની હતી.
ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયા ફેંસ
બંન્ને સુરક્ષાકર્મીઓથી બચીને ભારતીય ડ્રેસિંગ રૂમમાં ગુસી ગયા. ફેંસને ડ્રેસિંગ રૂમની નજીક જોઈને સિક્યોરિટી અને MPCAના અધિકારી ગભરાઈ ગયા. ઘટનાની સુચના પોલીસને આપવામાં આવી.
કરવામાં આવી ધરપકડ
આ બાજુ પોલીસે જણાન્યું, એક ફેન ગુસ્યો હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી અને તાત્કાલીક બોમ્બ સ્કોર્ડને બોલાવી. ડ્રેસિંગ રૂમની તપાસ કરી. આ ટેસ્ટ અઢી દિવસમાં જ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટથી હરાવ્યું. સીરિઝ 1-2 પર કરી નાખી.
બે નહીં એક ફેન ગુસ્યો હતો અંદર
તુકોગંજ TI કમલેશ શર્માએ જણાવ્યું કે તે એક જ ફેન અંદર ગુસ્યો હતો. તેની ધરપકડ કરી જેલ મોકલવામાં આવ્યો છે. તેણે કિચનના રસ્તે ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી કરી હતી. આ ઘટના ગુરૂવાર સાંજે લગભગ 4.30 વાગ્યાની છે.
પોલીસે જણાવ્યુ કે આરોપીનું નામ જાવેદ છે. તે લારી ચલાવે છે. ત્યાં જ અમુક લોકોનું કહેવું છે કે બે ફેંસ ડ્રેસિંગ રૂમમાં અંદર ગયા હતા. બીજાનું નામ કય્યુમ ગણાવવામાં આવી રહ્યું છે. જાવેદ અને કય્યુમ બંન્ને મેવાતી વિસ્તારમાં રહે છે.