બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Security Breach At PM's Karnataka Roadshow

મોટી ઘટના / VIDEO : કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ફરી ચૂક, સુરક્ષા ઘેરો તોડીને PM સામે દોડ્યો યુવાન, SPGએ વચ્ચેથી અટકાવ્યો

Hiralal

Last Updated: 08:25 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ફરી વાર ચૂકની એક ઘટના સામે આવી છે જેમાં એક યુવાન સુરક્ષા ઘેરો તોડીને તેમની તરફ ભાગતો જોવા મળ્યો હતો.

  • કર્ણાટકમાં ફરી વાર પીએમ મોદીની સુરક્ષામાં ચૂક
  • પીએમની સામે ભાગતો આવ્યો એક શખ્સ
  • પોલીસ વચ્ચેથી અટકાવીને લીધો અટકાયતમાં 

કર્ણાટકમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાનો ભંગ થયો છે. અહીં પીએમની રેલી દરમિયાન સુરક્ષામાં ભંગ થયો છે. ત્રણ મહિનાની અંદર બીજી વખત પીએમની સુરક્ષામાં હલચલ મચી ગઇ છે. પીએમ તરફ ભાગવાનો પ્રયાસ કરતા એક વ્યક્તિ પકડાયો છે. ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કરતાં જ પોલીસે તેને અધવચ્ચે જ પકડી લીધો હતો. સુરક્ષા એજન્સીઓએ તેને કસ્ટડીમાં લઈ લીધો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

દાવણગેરેમાં રોડ શોમાં બની ઘટના 
આ આખી ઘટના કર્ણાટકના દાવણગેરેની છે. અહીં પીએમ મોદીનો રોડ શો કાઢવામાં આવી રહ્યો હતો. રોડની બંને બાજુ ભીડ હતી અને નારેબાજી ચાલી રહી હતી. આ દરમિયાન આ વ્યક્તિએ ભાગીને પીએમ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિ પીએમની ગાડી પાસે પહોંચી ગયો હતો. જણાવવામાં આવ્યું કે આ વ્યક્તિ કાફલામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છે. વડા પ્રધાનની આટલી નજીક આવવું એ એક ગંભીર સિક્યુરીટી બ્રિચ માનવામાં આવે છે. 

યુવક સુરક્ષા ઘેરો તોડીને પીએમની કાર સુધી સુધી પહોંચ્યો 
આજે પીએમ મોદી કર્ણાટકના પ્રવાસે છે. તેમણે ત્યાં જનસભા કરી, ત્યારબાદ રોડ શો પણ કર્યો. વાસ્તવમાં પીએમના રોડ શો માટે ત્રણથી ચાર સ્તરની સુરક્ષા રાખવામાં આવી હતી. રસ્તાની બંને બાજુ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા. અહીં હાજર લોકોને અગાઉથી જ કહેવામાં આવ્યું હતું કે તેમને બેરિકેડ કૂદીને રસ્તા પર આવવાનું નથી.  આમ છતાં આરોપી યુવક બેરિકેડ કૂદીને પીએમ તરફ જવા લાગ્યો હતો. જોકે, ઘટનાસ્થળે હાજર પોલીસ અને હોમગાર્ડ્સે તેને પકડી લીધો હતો. એસપીજીએ તેને કસ્ટડીમાં લીધો હતો. આને સુરક્ષામાં ગંભીર ક્ષતિ માનવામાં આવે છે.

હુબલીમાં શું થયું હતું?

આ પહેલા જાન્યુઆરીમાં કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીનો રોડ શો હતો, જ્યારે એક બાળક પીએમની નજીક આવ્યો હતો. આ બાળક છઠ્ઠા ધોરણમાં ભણે છે અને પીએમ મોદીને ફૂલહાર પહેરાવવા માંગતો હતો. જ્યારે તેમનો રોડ શો હુબલીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પીએમ મોદી કારની બહાર હતા અને લોકોનું અભિવાદન કરવા જઈ રહ્યા હતા. ત્યારે જ રસ્તાના કિનારે ઉભેલો બાળક અચાનક જ પીએમ મોદીની નજીક આવી ગયો, તેણે તમામ સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કર્યો. બાળકના હાથમાં ફૂલોની માળા હતી અને કથિત રીતે તે પીએમ મોદીને હાર પહેરાવવા માંગતો હતો. જો કે, પીએમ મોદી સાથે આવેલા એસપીજીના જવાનોએ તરત જ બાળકના હાથમાંથી ફૂલોની માળા લઇને બાળકને પરત મોકલી દીધું હતું. આ ઘટનાને પીએમ માટે સુરક્ષામાં ચૂક માનવામાં આવી હતી, પરંતુ કર્ણાટક પોલીસે તેને સુરક્ષામાં ચૂક ગણાવી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ