બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આઇએચએસ માર્કેટની બુધવારે જાહેર થયેલી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મે મહીનામાં સેવા (સર્વિસ) બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્ષ 12.6 નોંધવામાં આવ્યો. જોકે આ આંકડો એપ્રિલ 2020ના ઐતિહાસિક નીચલા સ્તર 5.4 થી ઘણો વધારે છે. એપ્રિલમાં ગત 14 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આઇએચએસ દ્વારા ગત 14 વર્ષથી આ આંકડો નોંધવામાં આવી રહ્યો છે.
સર્વે અનુસાર, કમજોર માંગ વચ્ચે ઘણા વેપારી એકમ બંધ થયા, રોજગારીમાં પણ સતત ઘટાડો આવ્યો છે, તથા આગળ પણ મુશ્કેલીઓ બની રહેશે.
ADVERTISEMENT

શું છે આ રિપોર્ટનો અર્થ
ADVERTISEMENT
દર મહીને જાહેર થનારી આઇએચએસ માર્કેટની રિપોર્ટમાં ઇન્ટેક્ષનો 50થી નીચે રહેવું ઘટાડાને દર્શાવે છે. ઇન્ડેક્ષ 50થી જેટલો વધારે નીચે હોય છે ત્યારે ઘટાડો એટલો જ મોટો હોય છે. પચાસનો સ્તર સ્થિરતા અને સૂચકાંકનો તેનાથી વધારે હોવું તેજી દર્શાવે છે.
આ પહેલા 1 જૂને આઇએચએસે મેન્યુફેક્ચરિંગના આંકડા જાહેર કરાયા હતા અને તેમા પણ મોટા ઘટાડા સાથે સૂચકાંક 30.8 નોંધવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

કેમ આવ્યો ઘટાડો
ADVERTISEMENT
ન્યૂઝ એજન્સી પીટીઆઇ મુજબ, આઇએચએસ માર્કેટના અર્થશાસ્ત્રી જો હેજે આ રિપોર્ટ વિશે જણાવ્યું કે સર્વિસ સેક્ટરમાં ઘરેલૂ અને વિદેશી બંને પ્રકારની માંગ કમજોર રહી છે. ક્લાઇન્ટ્સનો વેપાર બંધ રહેવા અને ગ્રાહકોની આવકમાં ઐતિહાસિક ઘટાડાને કારણે માંગમાં ઘટાડો આવ્યો છે. હેજે કહ્યું કે જીડીપીના કોરોના વાયરસની પહેલાના સ્તરે પહોંચવામાં ઘણો સમય લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.