બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / sebi introduces irra new safety net platform for traders

તમારા કામનું / હવે શેર માર્કેટમાં તમારા રૂપિયા નહીં ફસાય! રોકાણ કરનારા માટે શરૂ કરાઇ જોરદાર સુવિધા, આ રીતે થશે લાભ

Arohi

Last Updated: 01:05 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SEBI Introduces IRRA: સેબીના ચેયરપર્સન માધબી પુરી બુચે સોમવારે આ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. તેના દ્વારા શેર માર્કેટમાં પૈસા લગાવનારને નવી સુવિધા મળશે.

  • હવે શેર માર્કેટમાં તમારા રૂપિયા નહીં ફસાય
  • રોકાણકાર માટે શરૂ કરવામાં આવી શાનદાર સુવિધા 
  • જાણો કઈ રીતે મળશે મદદ? 

સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ટ્રેડિંગ સદસ્યો અને બ્રોકર્સને એસેટ લોસથી બચાવવા માટે એક નવા પ્લેટફોર્મની શરૂઆત કરી છે. તેનું નામ  IRRA છે. આ પ્લેટફોર્મ કોઈ ટેક્નીકલ ખરાબીના સમય એક સેફ્ટી નેટની તરીકે કામ કરશે. 

આ ટ્રેડિંગ સદસ્યોની મદદ કરશે જેથી તે કોઈ ઓર્ડરને એવા સમયમાં રદ્દ કરી શકે જ્યારે ટેક્નીકલ ખામીના કારણે મુખ્ય પ્લેટફોર્મ અને ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર તે આમ ન કરી શક્યા હોય અને તેમને તેના કારણે લોસ ભોગવવો પડી રહ્યો હોય. 

આ પ્લેટફોર્મને BSE, NSE, NCDEX, MCX અને MSEએ મળીને બનાવ્યું છે. આ સોમવારે સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે લોન્ચ કર્યું હતું. તેમણે તેને લોન્ચ કરતા એમ પણ કહ્યું છે કે આ પ્લેટફોર્મ કામ કેવી રીતે કરશે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ રોકાણકારોને તક આપશે કે તે પોતાની ઓપન પોઝિશનને બંધ કે પછી કોઈ ઓર્ડરને રદ્દ કરી શકે. 

આ પ્લેટફોર્મ કોઈ ટેક્નીકલ ખામી કે પછી એવી અજાણી પરિસ્થિતિમાં મદદ કરશે જે મુખ્ય અને રિકવરી સાઈટ પર ઓર્ડર સાથે સંબંધિત કોઈ કામ કરવામાં મુશ્કેલી આવી રહી હોય. તેમણે કહ્યું તે આ રોકાણકારોનું જોખમ ઘટાડવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. તેમણે આ વાત સ્પષ્ટ કરી કે આ પ્લેટફોર્મનો ઉપયોગ નવા ઓર્ડર કે પોઝિશન માટે નહીં કરવામાં આવે. તેનો ઉપયોગ ફક્ત ઓર્ડર કેન્સલ કરવા માટે જ થશે. 

કેમ પડી તેની જરૂર? 
જેમ જેમ ટ્રોડિંગ માટે ટેક્નીકલ પર નિર્ભરતા વધી રહી છે તેમ તેમ તેના ખતરા પણ વધી રહ્યા છે. ઘણી વખત આવી સ્થિતિઓ બની જાય છે જ્યાં કોઈ અજાણી ખામીના કારણે મુખ્ય રિકવરી પ્લેટફોર્મ કામ કરવાનું બંધ કરી દે છે. એવામાં રોકાણકાર પોતાના ટ્રેડ સાથે સંબંધિત કોઈ પણ ફેરફાર નથી કરી શકતા. 

મુશ્કેલી ત્યારે વધારે વધી જાય છે જ્યારે માર્કેટમાં ઝડપથી ઉતાર-ચડાવ થાય છે અને કોઈ રોકાણકાર પોઝિશન ક્લોઝ કે પછી ઓર્ડર કેન્સલ કરવા માંગતુ હોય. એવામાં તેને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ