બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / SC/ST/OBC reservation will also be given in contract jobs in government, Center informed Supreme Court, know details

BIG BREAKING / 'હવેથી સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ નોકરીઓમાં પણ અપાશે SC/ST/OBC અનામત', સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ આપી જાણકારી, જાણો વિગત

Megha

Last Updated: 12:30 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસ્થાયી નોકરીઓમાં અનામતની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી, જે બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ નોકરીઓમાં SC/ST/OBCને અનામત મળશે.

  • સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ નોકરીઓમાં પણ હવે અનામત મળશે
  • SC/ST/OBCને 45 દિવસ કે વધુ ચાલતી અસ્થાયી નોકરીઓમાં અનામત
  • આ અનામતનો કડક અમલ કરવા સૂચના પણ આપવામાં આવી 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ નોકરીઓમાં પણ અનામત મળશે. એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે 45 દિવસ કે તેથી વધુ સમય સુધી ચાલતી અસ્થાયી નિમણૂંકોમાં પણ અનામત આપવામાં આવશે. આ સાથે જ તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદો પર આ અનામતનો કડક અમલ કરવા સૂચના પણ આપવામાં આવી છે.

અસ્થાયી નિમણૂંકોમાં SC/ST/OBC ઉમેદવારો માટે અનામત રહેશે
વાત એમ છે કે અસ્થાયી નોકરીઓમાં SC/ST/OBC અનામતની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી અને તેના જવાબમાં કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે ભારત સરકાર દ્વારા 2022માં બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં આ વિશે જાણકારી આપવામાં આવી છે.

આ સૂચનાઓનું સખતપણે પાલન કરવામાં આવે
1968 અને 2018માં બહાર પાડવામાં આવેલ ઓએમનો ઉલ્લેખ કરતાં હાલ બહાર પાડવામાં આવેલ ઓએમમાં કહેવામાં આવ્યું છે કે, ' આ વારંવાર કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની પોસ્ટ્સ અને સેવાઓ પરની નિમણૂંકના સંદર્ભમાં અસ્થાયી નિમણૂંકો જે 45 દિવસ કે તેથી વધુ સમય ચાલે છે તેમાં SC/ST/OBC ઉમેદવારો માટે અનામત રહેશે . " આગળ કહેવામાં આવ્યું કે, "તમામ મંત્રાલયો/વિભાગોને વિનંતી કરવામાં આવે છે કે 45 દિવસ કે તેથી વધુ સમય સુધી ચાલતી તમામ અસ્થાયી નિમણૂંકોમાં SC/ST/OBC માટે અનામત આપવામાં આવે છે. આ સૂચનાઓનું સખતપણે પાલન કરવામાં આવે અને પાલન માટે તમામ સંબંધિતોને જાણ કરવામાં આવે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ