બ્રેકિંગ ન્યુઝ
VTV / School Reopen News, Preparations To Reopen The School In A Phased Manner By The End Of September
Bhushita
Last Updated: 09:58 AM, 11 August 2020
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર શૈક્ષણિક સત્ર 2020-21 નું અડધું સત્ર પૂર્ણ થયું છે. અનલોક 3માં દેશ ફરી ચાલુ થઈ રહ્યો છે પરંતુ શિક્ષણ સંસ્થાઓ બંધ છે. આ માટે શાળાઓ ખોલવા માટે રાજ્યોની મદદથી ખાસ વ્યક્તિઓના સૂચનો લેવાયા છે અને અલગ અલગ રાજ્યોના અનુસાર ઓક્ટોબર સુધીમાં શાળાઓ શરૂ કરવાનો સરકારનો પ્લાન છે.
મોટાભાગે ઓક્ટોબર સુધી શાળાઓ ખૂલી જશે
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે અત્યારે ટીવી, રેડિયો, મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટરની મદદથી ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. પરંતુ સંપૂર્ણ રીતે ઓનલાઈન શિક્ષણ શક્ય નથી. આ કારણે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં સ્કૂલ ફરી ખોલવામાં આવે. શિક્ષા મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલય મળીને ગાઈડલાઈન તૈયાર કરશે. ત્યારબાદ પણ શાળાઓ ખોલવાનો નિર્ણય જે તે રાજ્ય પર રાખવામાં આવશે.
2 શિફ્ટમાં શરૂ કરાશે શાળાઓ
બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓથી શાળાઓ ખોલવાની શરૂઆત થશે. તેમાંથી અડધા વિદ્યાર્થીઓ એક શિફ્ટ અને અન્ય બીજી શિફ્ટમાં બોલાવવામાં આવશે. 2 શિફ્ટની વચ્ચેનું અંતર અઢી કલાકનું રાખવામાં આવશે. જેથી શાળાને સેનેટાઈઝલ કરી શકાય. પહેલી શિફ્ટની શાળામાં અન્ય શિફ્ટ ચલાવાશે નહીં. આ સાથે જ 33 ટકા સ્ટાફ સાથે શાળાઓ શરૂ કરાશે. સૌ પહેલાં ધોરણ 9-12ની શાળાઓ શરૂ કરાશે.
ક્લાસનો સમય ઘટાડવામાં આવશે
શાળાઓ ફરી ખોલવા માટેની ગાઈડલાઈનમાં શાળાનો સમય 3-4 કલાકનો રખાશે. ખાસ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવશે. ઓછી બુક્સ સાથે ફરી શાળાઓ શરૂ કરાશે. આ રીતે જ્યારે શાળાનો સમય ઘટાડાશે ત્યારે કોઈપણ બ્રેક આપવામાં આવશે નહીં.
નવેમ્બર સુધીમાં છઠ્ઠા ધોરણના ક્લાસ થશે શરૂ
દિવાળી સુધી આા સ્થિતિ સુધરશે તો ધોરણ 6-8ના ક્લાસ શરૂ કરાશે. તેમને પણ શિફ્ટમાં જ બોલાવવામાં આવશે. પહેલાંની જેમ અહીં પણ સાવધાની અને નિયમોનું પાલન કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT