બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / sbi video life certificate service know how can pensioners submit life certificate through video call
ADVERTISEMENT
એસબીઆઈ બેંકમાં પેન્શન ખાતાધારકો ઘરે બેઠા વીડિયો કોલ દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર (લાઈફ સર્ટિફિકેટ) જમા કરાવી શકે છે. SBIએ આ નવી સુવિધાને વીડિયો લાઈફ સર્ટિફિકેટ સર્વિસ નામ આપ્યું છે.

ADVERTISEMENT
SBIએ કહ્યું કે વીડિયો લાઇફ સર્ટિફિકેટ સેવા એક સરળ અને સુરક્ષિત પેપરલેસ અને ફ્રી સુવિધા છે. આમાં પેન્શનરને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પાન કાર્ડની જરૂર પડશે. આ માટે પેન્શનરોએ અધિકૃત વેબસાઇટ https://www.pensionseva.sbi/ પર જવું પડશે. પછી ડ્રોપ ડાઉનમાંથી ‘વીડિયો એલસી’ પસંદ કર્યા પછી તમારો SBI પેન્શન એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે. આ પછી, પેન્શનરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP સબમિટ કરવો પડશે. તે પછી નિયમો અને શરતો સ્વીકાર્યા અને ‘સ્ટાર્ટ જર્ની’ પર ક્લિક કરવું.
PAN કાર્ડ તૈયાર રાખો
ADVERTISEMENT
પેન્શનરો માટે ખાસ વેબસાઇટ
ADVERTISEMENT
SBIએ પેન્શનરો માટે ખાસ વેબસાઇટ પણ બનાવી છે. પેન્શનરે આ વેબસાઈટ પર પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી સરળતાથી લોગ ઇન કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. આ વેબસાઈટ વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન સંબંધિત ઘણાં કાર્યોને સરળ બનાવશે. વેબસાઇટ દ્વારા યુઝર્સ એરિયર કેલ્ક્યૂલેશન શીટ ડાઉનલોડ કરી શકે છે. તેની સાથે તમે પેન્શન સ્લિપ અથવા ફોર્મ-16 પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય પેન્શન પ્રોફાઇલની વિગતો, રોકાણની માહિતી અને જીવન પ્રમાણપત્રની સ્થિતિ પણ ચેક કરી શકાય છે. આ વેબસાઈટ દ્વારા બેંકમાં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની માહિતી પણ મળી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.