બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / SBI offers OTP based cash withdrawal from ATM Check benefits here

બેન્કિંગ / SBIના ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે ATMમાંથી 10 હજાર ઉપાડવા માટે કરવું પડશે આ કામ

Published By: Noor

Last Updated: 10:06 AM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBIના એટીએમથી ટ્રાન્ઝેક્શન વધુ સુરક્ષિત બનાવવા માટે ઓટીપી આધારિત ટ્રાન્ઝેક્શનની શરૂઆત કરવામાં આવી છે.

  • SBIના ખાતાધારકો માટે ખાસ સમાચાર
  • SBIના એટીએમથી ટ્રાન્ઝેક્શન વધુ સુરક્ષિત બનાવવા માટે બેંકે લીધો નિર્ણય
  • બેંક દ્વારા ઓટીપી આધારિત ટ્રાન્ઝેક્શનની શરૂઆત કરવામાં આવી છે

આ નવી સિસ્ટમના ઉપયોગથી ગ્રાહકો OTPના આધારે જ ATMમાંથી રોકડ ઉપાડી શકશે. ગ્રાહકોને સૌથી પહેલાં તેમના મોબાઈલ ફોન પર OTP મળશે, જેના આધારે ATMમાંથી રોકડ ઉપાડી શકાશે. આ છેતરપિંડી ટાળવામાં મદદ કરશે.

ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે SBI ATM પરના ટ્રાન્ઝેક્શન માટે અમારી OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ છેતરપિંડી કરનારાઓ પર લગામ લગાવશે. છેતરપિંડીથી તમારું રક્ષણ કરવું એ હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા રહેશે. SBI ગ્રાહકોએ એ વાતની જાણકારી હોવી જોઈએ કે, OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ કેવી રીતે કામ કરશે.

આ સુવિધા 10,000 રૂપિયા અને તેનાથી વધુના ઉપાડ પર ઉપલબ્ધ છે. આ સુવિધા SBI ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને તેમના ડેબિટ કાર્ડ પિન પર મોકલવામાં આવેલા OTP સાથે દર વખતે તેમના ATMમાંથી 10,000 રૂપિયા અને તેથી વધુ રકમ ઉપાડવાની મંજૂરી આપે છે. આ સુવિધા 1લી જાન્યુઆરી 2020થી લાગુ છે.

SBI ATMમાંથી રોકડ ઉપાડવા માટે તમારે OTPની જરૂર પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. OTPએ ચાર અંકનો નંબર છે જે ગ્રાહકોને એક જ ટ્રાન્ઝેક્શન માટે પ્રમાણિત કરે છે. એકવાર તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરી લો, પછી તમને ATM સ્ક્રીન પર OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે. હવે તમારે રોકડ મેળવવા માટે આ સ્ક્રીનમાં બેંકમાં નોંધાયેલા તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરવું પડશે. 

ઓથેન્ટિકેશનનું આ એક્સ્ટ્રા ફેક્ટર સ્ટેટ બેંક કાર્ડધારકોને અનધિકૃત ATM રોકડ ઉપાડથી બચાવશે. આ SBI કાર્ડધારકોને અનધિકૃત ATM રોકડ ઉપાડથી બચાવશે. તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એસેટ્સ, ડિપોઝિટ, બ્રાન્ચ, ગ્રાહકો અને કર્મચારીઓની દ્રષ્ટિએ આ સૌથી મોટી કોમર્શિયલ બેંક છે. SBI પાસે ભારતમાં 71,705 BC આઉટલેટ્સ સાથે 22,224 શાખાઓ અને 63,906 ATM/CDMનું સૌથી મોટું નેટવર્ક છે. ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા અનુક્રમે 9.1 કરોડ અને 2 કરોડ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Offers SBI cash withdrawal Banking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ