બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 07:43 PM, 11 March 2020
ADVERTISEMENT
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ તેના ગ્રાહકોને રાહત આપીને લઘુતમ બેલેન્સ ચાર્જની ઝંઝટ દૂર કરી દીધી છે. આનો અર્થ એ છે કે હવે ભારતીય સ્ટેટ બેંકના બચત ખાતા ધારકોએ મીનીમમ બેલેન્સ ચાર્જ ચૂકવવો પડશે નહીં. હવે બેંકના ગ્રાહકો તેમની મરજી પ્રમાણે બેલેન્સ રાખી શકશે. બેંક તરફથી આ મુદ્દે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ સિવાય બેંકે SMS ચાર્જ પણ માફ કરી દીધો છે.
તમને જણાવી દઈએ કે મીનીમમ બેલેન્સ ચાર્જ વસૂલ કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ટીકા થઈ રહી હતી. હવે બેંકના આ નિર્ણયથી 44 કરોડથી વધુ ખાતાધારકોને લાભ થવાની અપેક્ષા છે
ADVERTISEMENT
અત્યારે શું ચાર્જ છે?
હાલમાં SBIની અલગ અલગ કેટેગરીમાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ધારકોએ મીનીમમ બેલેન્સ તરીકે 1000 થી 3000 રૂપિયા સુધીનું બેલેન્સ મેન્ટેઇન કરવું પડતું હતું. મેટ્રો સીટીમાં રહેતા SBIના સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ધારકોએ મીનીમમ બેલેન્સ તરીકે 3000 રૂપિયા, સેમી અર્બનમાં રહેતા સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ધારકોએ મીનીમમ બેલેન્સ તરીકે 2000 રૂપિયા અને રૂરલ એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ધારકોએ મીનીમમ બેલેન્સ તરીકે 1000 રૂપિયા બેલેન્સ રાખવું પડે છે.
જો તમે તે મેન્ટેઈન ન કરો તો બેંક તરફથી 5 રૂપિયાથી 15 રૂપિયા દંડ લેવામાં આવે છે. આ પેનલ્ટીમાં ટેક્સ પણ ઉમેરવામાં આવે છે. SBIના અધ્યક્ષ રજનીશ કુમારના જણાવ્યા અનુસાર નવી જાહેરાત બાદ ગ્રાહકોનો વિશ્વાસ વધશે. તેમણે કહ્યું કે મીનીમમ બેલેન્સ ચાર્જને દૂર કરવો એ બેંકનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ગ્રાહકો માટે વધુ અનુકૂળ અને વધુ સારા બેન્કિંગ અનુભવ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
FD વ્યાજ અને MCLRમાં ઘટાડો
અગાઉ SBIએ વિવિધ મેચ્યોરીટીની મુદતની ફિક્સ ડિપોઝિટ અને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. બેંકે એક મહિનામાં બીજી વખત ફિક્સ ડિપોઝિટના વ્યાજમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ધારકો નુકસાન થશે જ્યારે MCLRમાં ઘટાડો નવી લોન લેનારા ગ્રાહકોને રાહત આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.